બનાસકાંઠાઃ આજે વધુ ૧૨ દર્દીને કોરોના, અનલોકમાં ચેપનો રાફડો ફાટ્યો.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ નવા કેસો સામે આવી રહ્યા છે. ગઇકાલે ૧૭ કેસ સામે આવ્યા બાદ આજે સવારે નવા ૧૨ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે પાલનપુરમાં ૫, ડીસામાં ૬ અને વાવમાં ૧ કેસ મળી ૧૨ નવા દર્દીઓ સામે આવ્યા છે. તમામ લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તરફ જીલ્લામાં આજે કોરોનાના કારણે બે લોકોના મોત થયા છે. અત્યાર સુધી કોરોનાના કારણે ૧૧ લોકોના મોત થયા છે.
બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૨ દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આજે ડીસામાં તરુણકુમાર શૈલેષભાઈ પંચિવાળા(૩૫) જૂની પોલીસ લાઈન, કાંતાબેન મણિલાલ દરજી(૬૦), ગુલબાણી નગર, સાગર મનસુખલાલ પંચિવાળા(૨૯) લક્ષ્મીનગર, જનકબેન મહેશભાઈ મોદી (૪૮) શાસ્ત્રીનગર, કૈલાશબેન જ્યંતીભાઈ માળી (૫૫), ઉમિયાનાગર, અને ચંદુભાઈ રમેશભાઈ જોશી વાસણા(૪૯) જુનાડીસાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તમાના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.