પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી
વાતાવરણમાં આવેલા બદલાવ મુજબ મેઘરાજા વરસ્યા નહીં: પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો થી મેઘરાજાએ વિરામ લેતા લોકો અસહ્ય બફારા અને ગરમી થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ત્યારે ગુરુવારે બપોર પછી અચાનક વાતાવરણમાં બદલાવ આવતાં અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયાં હતાં અને વીજળી ના કડાકા સાથે મેઘરાજાએ પવનના સુસવાટા વચ્ચે મેધ વષૉ ની તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.ગુરુવારે બપોર બાદ પાટણ શહેર માં પુનઃ મેઘરાજા નું ધમધોકાર આગમન થતાં સવૅત્ર વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી. તો નાના મોટા સૌ લોકો એ વરસાદ માં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો. જોકે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારે બદલાયેલા વાતાવરણ મુજબ ગરજેલા મેઘ જોઈએ તેવા વરસ્યા ન હતા.