છોકરીને લઈને બે મિત્રો વચ્ચે ખેલાયો ખુનીખેલ, લાશ લઈને મિત્ર પહોચ્યો પોલીસ સ્ટેશન

Other
Other

અમદાવાદ શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કારમાં બે મિત્રો બેઠા હતા, આ દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધને લઈને ઝઘડો થયો અને પછી ઝઘડા વિકરાળ સ્વરૂપ લીધુ. વિવાદ વધતાં યુવકે બીજા યુવકની હત્યા કરી નાખી અને કારમાં તેની લાશ લઇને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં બેઠેલા યુવકો વચ્ચે યુવતીને લઈને બોલાચાલી થઈ હતી. જેમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ અંગે સોલા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સ્વપ્નિલ પ્રજાપતિ અને કિલર વેદાંત બંને મિત્રો હતા. બંને મોડી રાત સુધી ચાંદલોડિયા નજીક વિશ્વકર્મા બ્રિજ પાસે કારમાં બેઠા હતા. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધોને લઈને તકરાર થઈ હતી. પ્રારંભિક બોલાચાલી બાદ ઝઘડો એટલો વધી ગયો હતો કે વેદાંતે સ્વપ્નિલની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પરંતુ વેદાંતને તેના મિત્રની હત્યા કર્યા પછી કોઈ અફસોસ નહોતો. તેના મિત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે તે કાર સીધી પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં કારમાં મૃતદેહ જોઈને સોલા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આરોપીને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જઈ લાશને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.

સોલા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર હત્યાના આરોપી યુવકનું કહેવું છે કે મૃતકે યુવતી સાથે વાત ન કરવાની ધમકી આપી હતી. આ પછી તેણે હત્યા કરી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેના નિવેદનની તપાસ કરવામાં આવશે કે શું તે સાચું કહી રહ્યો છે? અથવા તે ખોટું બોલે છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવકના પિતા ન્યુઝીલેન્ડમાં રહે છે અને યુવક અમદાવાદમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવકો બપોરથી એકબીજા સાથે હતા. પોલીસ મામલાના તળિયે જવા માટે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.