બનાસકાંઠાના પાલનપુરમાં આ વિસ્તારમાં આવેલું છે કાળા હનુમાનજીનું મંદિર

Other
Other

બનાસકાંઠાનાં અનેક મંદિર આવેલા છે અને આ મંદિરો જુદી-જુદી દંતકથાઓ સાથે જોડાયેલા છે. પાલનપુરમાં આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે. સામાન્ય રીતે હનુમાનજીની પ્રતિમાને સિંદુરનો રંગ હોય છે. પરંતુ પાલનપુરમાં લક્ષ્મીનગરમાં આવેલા મંદિરમાં હનુમાનજીની પ્રતીમા કાળા રંગની છે. અહીં મોટી સંખ્યામાં વાદિલા કાળા હનુમાનજીનાં દર્શન માટે આવે છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરાના પશ્ચિમી ભાગમાં પાલનપુર – અમદાવાદ હાઇવેની નજીકમાં વાદિલા કાળા હનુમાનજીનું વર્ષો જુનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે. કહેવાય છે કે, વર્ષો પહેલા આ વિસ્તારમાં એક મહુડાના ઝાડમાં પ્રેત આત્મા રહતી હતી.આ પ્રેત આત્મા આજુબાજુમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરવાથી અહીંથી લોકો પોતાની જગ્યા છોડી જતા રહ્યા હતા.બાદ આ જગ્યા એકદમ વિરાન બની ગઇ હતી.આ વિસ્તારમાં 30 વર્ષ પહેલા સીતારામ મહારાજ નામના સંત અહીં વિરાન જગ્યામાં આવી તપસ્યા કરતા હતા. ત્યારે આ વિસ્તારમાં મહુડાના ઝાડમાં રહેનાર પ્રેત આત્મા આ સંતને હેરાન પરેશાન કરતા હોવાથી સંત સીતારામ મહારાજે હનુમાનજીને યાદ કર્યા હતાં. ત્યારે અચાનક કાળા રંગ સ્વરૂપે હનુમાનજી પ્રગટ થયા હતાં અને જે પ્રેત આત્મા મહુડાના ઝાડમાં હતુ તે ઝાડ આખું ફાટી ગયું અને તે પ્રેત આત્માને મોક્ષ મળ્યો હતો. હનુમાનજીનું આ કાળું સ્વરૂપ જોઈ સંત સીતારામ મહારાજે આ જગ્યા પર વાદિલા કાળા હનુમાનજીની સ્થાપના કરી હતી.આ વાદિલા હનુમાનજીના મંદિરે ચૈત્ર મહિનાની પૂનમે મહા ઉત્સવ યોજાય છે, જેમાં લોક ડાયરા યોજાય છે. દૂર-દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે અને ભોજન પ્રસાદનો લાભ લે છે તેમજ કાળી ચૌદસના રાત્રે હનુમાનજીના જન જીરાના પાઠ થાય છે. જેમાં દરેક પાઠ પર એક શ્રીફળ હોમાય છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ જનજીરાના પાઠ સાંભળવા આવે છે. તેમજ અનેક હોલીવુડ, બોલીવુડના સુપરસ્ટારો આ કાળા હનુમાનજીના દર્શન આવ્યા છે. તેમજ અનેક ફિલ્મોમાં આ કાળા હનુમાનજી પ્રસિદ્ધ કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.