શરૂઆતની મુશ્કેલી બાદ બતાવ્યો કમાલ, આવી રહી ઈશાન કિશનની કીપિંગ

Other
Other

18 જુલાઈએ ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકિપર બેટ્સમેન ઈશાન કિશન 24 વર્ષનાં થઈ જશે. જિંદગીનાં આ મહત્વપુર્ણ મુકામે પહોંચવાનાં 6 દિવસ પહેલાં તેણે પોતાના ઇન્ટરનેશનલ કરિયરના એ મુકામ પર પહોંચ્યા, જેનાં પર પહોંચવાનુ દરેક ક્રિકેટરોનું સપનું હોય છે. ડોમિનિકામાં ભારત – વેસ્ટઇન્ડીઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં જ ઈશાને આ ફોર્મેટમાં પોતાનું ડેબ્યું કર્યું.

ટીમ ઇન્ડિયાના ગયાં 4-5 મહિનાથી ઋષભ પંતની જગ્યા ભરવા માટે કોશિશ કરી રહી છે. કેએસ ભરત ઓસ્ટ્રેલિયા સામેની લગાતાર પાંચ ટેસ્ટમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો. એવામાં આ વખતે એમની જગ્યાએ ઈશાન કિશનને તક મળી છે, જે પંતની સ્ટાઈલથી વઘુ નજીક છે.

ભલે ટીમમાં ઈશાન કિશનને સમાવેશ કરવાનું મુખ્ય કારણ તેની આક્રમક બેટિંગ સ્ટાઈલ છે, પરંતુ નજર તેની વિકેટકીપિંગ કુશળતા પર પણ છે, જેને ભાગ્યે જ રેડ બોલની ક્રિકેટમાં જોવા મળી છે. સ્થાનિક ક્રિકેટમાં પણ તેણે ઝારખંડ માટે છેલ્લી કેટલીય રણજી મેચમાં કીપિંગ કરી ન હતી. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા ઘાતક સ્પિનરો સામે તેના કીપિંગની કસોટી થવાની હતી.

વેસ્ટ ઇન્ડીઝે મેચના પહેલાં દિવસે પહેલી ઈનિંગમાં ફકત 64.3 ઓવરની બેટિંગ કરી, જેમાંથી 38.3 ઓવર બન્ને સ્પિનરોએ બોલિંગ કરી અને ઈશાને નિરાશ કર્યા નહી. શરૂઆતમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સામે લેગ સ્ટમ્પ તરફની ભૂલ અને અશ્વિન સામેની ભૂલને બાદ કરતાં, ઈશાને મોટા ભાગના સમય માટે પોતાને સક્ષમ વિકેટકીપર તરીક સાબિત કર્યું.આ દરમિયાન ઈશાને બે શાનદાર કેચ પણ પકડ્યા. સૌથી પહેલાં તેણે શાર્દુલ ઠાકુરનાં બોલ પર આગળની તરફ કુદીને એક કેચ પકડ્યો. એનાં પછી જાડેજાની તેજ અને ઉછાલદાર બોલ પર જોશુઆ ડાસિલ્વાનો કેચ પકડીને ટીમને સફળતા અપાવી.

પહેલી ઈનિંગ વખતે કિપિંગમાં ઈશાને શાનદાર પ્રદર્શન બતાવ્યું, હવે બીજી ઇનિંગમાં જ્યારે પીચ વધારે તૂટેલી હશે ત્યારે એની પરીક્ષા થશે. ભારતીય ક્રિકેટ ચાહકો ઈશાનને બેટિંગ કરતાં પણ જોવા માંગે છે. એવું થશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે કારણ કે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 80 રનની મજબૂત ભાગીદારી સાથે શરૂઆત કરી છે અને વિન્ડીઝની બોલિંગના શરૂઆતના સંકેતો દેખાતા નથી કે તેઓ ટીમ ઈન્ડિયાની વધુ વિકેટ લઈ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.