ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે શિખર ધવન

Other
Other

શિખર ધવન ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરી શકે છે. સમાચાર મુજબ શિખર ધવન એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી શકે છે. એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે BCCI શિખર ધવનને ટીમના લીડની જવાબદારી સોંપશે.

જો કે, જે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે તેઓ વર્લ્ડ કપ 2023માં રમી શકશે નહીં. BCCI એશિયન ગેમ્સ માટે B ટીમને ચીન મોકલશે. જેમાં પૃથ્વી શો, રિંકુ સિંહ, તિલક વર્મા જેવા નામો પણ હોઈ શકે છે.

જણાવી દઈએ કે શિખર ધવનને અગાઉ પણ ભારતની ‘B’ ટીમના કેપ્ટન તરીકે મોકલવામાં આવ્યો છે. 2021માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે સમયે ભારતની B ટીમને શ્રીલંકા મોકલવામાં આવી હતી.

શિખર ધવનને વર્લ્ડકપ ટીમની રેસમાંથી લગભગ બહાર ગણવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ શુભમન ગિલને રમવાની ખાતરી છે, જે આ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવવાની જવાબદારી શિખર ધવનને મળે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.