સાનિયા મિર્ઝાને દુબઇના ગોલ્ડ વિઝા મળ્યા, શેખ મહંમદ બિન રાશિદનો આભાર વ્યક્ત કર્યો

Other
Other

દુબઇ,
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ચોથી વખત ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા તૈયારીઓ કરી રહી છે. આ દરમ્યાન તેને દુબઇથી સોનેરી સમાચાર મળ્યા છે. સાનિયા મિર્ઝાને દુબઇના ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. દુબઇએ આ સાથે ત્રીજી ભારતીય વ્યક્તિની ગોલ્ડન વિઝા આપ્યા છે. ગોલ્ડ વિઝા પ્રાપ્ત કરનારી ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા હવે દુબઇમાં દશ વર્ષ માટે રોકાઇ શકશે.
સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક યુએઈમાં રહે છે. સાનિયા મિર્ઝા અગાઉ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન અને સંજય દત્તને ગોલ્ડ વિઝા મળ્યા હતા. સાનિયા મિર્ઝાએ પોતાને મળેલા સંપૂર્ણ સન્માન ગોલ્ડન વિઝાને ગણાવ્યા હતા. તેણે દુબઇના શેખ મહંમદ બિન રાશિદનો આભાર વ્યક્ત કર્યો હતો.
સાનિયા મિર્ઝાએ કહ્યું, સૌ પેહલા હું શેખ મહંમદ બિન રાશિદ, ફેડરલ ઓથોરીટી ફોર આઇડેન્ટીટી એન્ડ સિટીઝનશિપ અને જનલર ઓથોરીટી ઓફ સ્પોર્ટસનો હું આભાર માનુ છુ. જેમણે મને દુબઇ ગોલ્ડન વિઝા આપ્યો છે. દુબઇ મારા અને મારા પરિવાર ના ખૂબ જ નજીક છે. આ મારુ બીજુ ઘર છે અને અમે અહી વધારે સમય વિતાવવા માટે આશા કરી રહ્યા છીએ.
ભારતના કેટલાક પસંદગીના નાગરીકોમાંથી એક હોવાને નાતે, આ અમારા માટે એક પૂર્ણ સન્માન જેવુ છે. તેનાથી અમને અમારી ટેનિસ અને ક્રિકેટ રમત એકેડમી પર કામ કરવાનો અવસર મળશે. જેનાથી અમને આગળના કેટલાક મહિનાઓમાં તે ખોલવા માટે લક્ષ્ય બની રહેશે.
ગોલ્ડન વિઝાનો સૌથી પહેલો અને મોટો ફાયદો છે કે લાંબા સમય સુધી રહેવા માટેની પરવાનગી મળે છે. જે ૫ થી ૧૦ વર્ષ જેટલા સમયગાળાના હોય છે. ગોલ્ડન વિઝા કેટલાક ખાસ વર્ગના લોકોને જ આપવામાં આવે છે, એટલે કે સામાન્ય લોકોને તે મળી શકતા નથી. આ પ્રકારના વિઝા રોકાણકારો, તબીબી, વૈજ્ઞાનિક, ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનારા લોકો, ખેલાડીઓ અને અભિનેતાઓને ગોલ્ડન વિઝા મળે છે. ૨૦૧૯ માં યુએઇ એ લોન્ગ ટર્મ રેસીડેન્ટ વિઝાની નવી સિસ્ટમ લાગુ કરી હતી. જેના મુજબ વિદેશી નાગરીક અહી લાંબો સમય રોકાઇને વ્યવસાય કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.