રાજસ્થાનમાં માર્ગ અકસ્માત એમ્બ્યુલન્સને ડમ્પરે ટક્કર મારી ચાર લોકોના મોત
રાજસ્થાનના પાલી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. રાત્રે લગભગ 2 વાગ્યે એક ઝડપી ડમ્પરે એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી વધુ 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. પોલીસ અધિકારી જણાવ્યું કે દર્દી અશોકને એમ્બ્યુલન્સમાં અમદાવાદથી જોધપુર લાવવામાં આવી રહ્યો હતો. તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ મહિલાઓ કૂદીને લગભગ 8 ફૂટ દૂર રોડની બાજુની ઝાડીઓમાં પડી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને હાઈવે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાઓ અને અન્ય લોકોને તાત્કાલિક બાંગર હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને મહિલાઓના મોત થઈ ચૂક્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં દર્દીના સંબંધી મોહિની દેવી વિશ્નોઈ, બાડમેર જિલ્લાના ગુડા માલાની નિવાસી, ફાગલી દેવી વિશ્નોઈ, હરિરામ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર સુનીલ બિશ્નોઈનું મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ ફરાર ડમ્પર ચાલકને શોધવામાં વ્યસ્ત છે.