રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી અન્ડર પાસ બનાવવાની માંગણી કરવામાં આવી

Other
Other

પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલા 42 સી, રેલવે ફાટક પર સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા બે વર્ષથી અન્ડર પાસ બનાવવાની માંગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા આસપાસ ની 7 જેટલી સોસાયટીના રહીશોએ આજરોજ વિસ્તારમાં અંડર પાસ બનાવવાની માંગ સાથે ના બેનરો લગાવી ન્યાયની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે.

પાટણ શહેરમાં આવેલ ખાલક્ષાપીર વિસ્તારમાં છ જેટલી સોસાયટી આવેલ છે. જેમને અવર જવર માટે હાલ માં 42 સી ફાટક પર થી પસાર થવું પડે છે પરંતુ આ ફાટક બંધ કરવાની હિલચાલ ચાલી રહી છે. જો આ ફાટક ને બંધ કરવામાં આવે તો છ જેટલી સોસાયટી ના રહીશો અને ખેડૂતોને 3 કિલોમીટર ફરી ને જવુ પડે તેમ છે. ત્યારે આ રેલવે ફાટક પર અન્ડર પાસે બનાવવાની રહીશો ની માગ છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય કરવાના ન આવતા થોડા દિવસો અગાઉ આ વિસ્તારની મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અંડર પાસ બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ આ વિસ્તારના રહીશો દ્વારા પોતાની સોસાયટીઓની બહાર બેનરો લગાવીને અંડર પાસ નહીં તો વૉટ માગવા આવું નહીં તેવા બેનરો લગાવીને લૉકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચારવામાં આવી હતી. આ વિસ્તાર મા આવેલ જીલ – સાંઈ વીલા – દેવ વિનાયક – જય બગ્લોઝ – વિહાર સહિત ની સોસાયટી ના રહીશોએ ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.