પાટણનાં બાલીસણાનાં હંગામા કેસમાં વધુ આરોપી ઝડપાતાં 21મી સુધીનાં રિમાન્ડ પર

Other
Other

પાટણ તાલુકાનાં બાલીસણા ગામે રવિવારે સર્જાયેલી જૂથ અથડામણનાં બનાવમાં તપાસ કરતી બાલીસણા પોલીસનાં મહિલા પી.એસ.આઇ. જે.એસ. ચૌધરી તથા સ્ટાફે આજે વધુ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. આમ અત્યાર સુધીમાં કુલે 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ પકડેલા 11 આરોપીઓને પાટણની જ્યુડીસીયલ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં તેઓને તા. 21મી સુધીના રિમાન્ડ ઉપર મેજિસ્ટ્રેટ ડૉ. એચ.પી. જોશીએ પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હતા.

આ કેસમાં પાટણનાં સરકારી વકીલ અજિતાબેન ભટ્ટ દ્વારા રજુઆત કરાઇ હતી. પોલીસે જે 11 આરોપીઓની ધરપકડ કરી હતી તેમાં મહંમદ ઝેદ, ઇકબાલ શેખ, મહંમદ શેખ, અનીશ શેખ, શહેજાદ શેખ, અબ્દુલ બાશિત, ઇકરામભાઇ, મુજમ્મીલ, અમ્મારભાઇ, મહંમદ સોહિલભાઇ, આરીફભાઇનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.