મહેસાણાના નગરપાલિકા દ્વારા વરસાદી પાણી ટ્યુબવેલમાં ઉતારવામાં આવ્યા

Other
Other

મહેસાણા નગરપાલિકામા અટલ ભુજલ યોજના દ્વારા શહેરના પાંચ બંધ હાલતમાં પડેલ ટ્યૂબવેલ રિચાર્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેર નું પાણી શહેરમા રહે તે માટે પાંચેય ટ્યૂબ વેલ પર વરસાદીની પાઇપ લાઈનો નાખી વરસાદના રહી જતા પાણીને બમાં ઉતારી રિચાર્જ કરવાનું આયોજન કરાયું છે.હાલમાં એક બોરવેલ પર વોટર રિબાકીના ચાર્જનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.જ્યારે બાકીના ચાર બોરવેલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાણી એ જીવનની જરૂરિયાત છે.ત્યારે રાજ્યમાં પ્રથમવાર મહેસાણા પાલિકા દ્વારા વહી જતા વરસાદી પાણીનો સદઉપયોગ કરી બંધ પડેલ ટ્યૂબ વેલ રિચાર્જ કરવાનું આયોજનકરવામાં આવ્યું છે.જેમાં મહેસાણાનગરપાલિકા દ્વારા શહેરના માલગોડાઉન રોડ પર ભરતનગર,ધરમ સિનેમા,મહાકાળી માતાના મંદિર પાસે ,જનતા નગરની ટાંકી પાસે,હીરાનગર ની ટાંકી પાસે અને સંજય નગર ખાતે બંધ પડેલ કુલ પાંચ જેટલા ટ્યુવવેલ રિચાર્જ કરવાનું આયોજન કરાયું છે.હાલમાં ભરત નગર ખાતેના એક ટ્યૂબ વેલમા આયોજન થઈ જતા વરસાદી પાણી જમીનમાં ઉતારી રહ્યા છે.જ્યારે બાકીના ચાર બંધ બોર પણ આ યોજના થકી રિચાર્જ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.