ડીસાના કુપટ નજીક મહાદેવપુરા પાસે સર્વિસ રોડ પર વરસાદી પાણી નો ભરાવો

Other
Other

રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો સહિત રાહદારીઓ નું ચાલવું મુશ્કેલ બન્યું

હાઇવે ઓથોરિટી ની બેદરકારી ને લઇ ભરાતાં વરસાદી પાણી ને લઇ હાઇવે પર અકસ્માત ની ભિતિ: ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા કુપટ પાટીયા પાસે ના મહાદેવપુરા નજીક નાળાપાસે ના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે ઓથોરિટી ની બેદરકારી ને લઇ સર્વિસ રોડ પર ભરાતાં પાણી ને લઇ અકસ્માત ની પણ ભિતિ સેવાઈ રહી છે હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રિ મૌન્સૂન ની કામગીરી એળે જતી જોવા મળી રહી છે.

ભારે વરસાદ થાય તો  સર્વિસ રોડ નું ભરાયેલ પાણી નેશનલ હાઇવે પર પણ આવી શકે છે પરંતુ અત્યારે સર્વિસ રોડ પર ભરાયેલ પાણી થી રાહદારીઓ અને વાહન ચાલકો ને પાણી મા ચાલવા ની ફરજ પડી છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ભરાતાં પાણી નો યોગ્ય નિકાલ કરવા માં આવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.