રાહુલ મહાજને ત્રીજી પત્ની નતાલિયા ઈલિના અંગે કહ્યું, તેણે હવે હિંદુ ધર્મ અપનાવી લીધો છે

Other
Other

મુંબઈ,
બિગ બોસ’ના સૌથી વિવાદિત સ્પર્ધક રાહુલ મહાજન હાલની સિઝનમાં એન્ટ્રી લેશે. જાેકે, રાહુલનું જીવન ‘બિગ બોસ’માં જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ બહાર પણ હતું. તેની બંને પૂર્વ પત્નીઓ શ્વેતા સિંહ તથા ડિમ્પી ગાંગુલીએ તેની પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ પહેલાં તે ડ્રગ સ્કેન્ડલમાં ફસાયો હતો. હવે રાહુલ આધ્યાત્મની રાહ પર છે. તેણે રશિયન યુવતી નતાલિયા ઈલિના સાથે લગ્ન કર્યાં છે. નતાલિયા કઝાકિસ્તાનની છે. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું, ‘અમે રેલવેના બે ટ્રેકની જેમ છીએ.
અમે એકબીજાની બાબતોમાં બહુ દખલગીરી કરતા નથી અને દરેક જગ્યાએ એકબીજાની સાથે હોઈએ છીએ. અમે એકબીજાથી અલગ પણ નથી, પરંતુ અમે બેલેન્સ બનાવીને રાખીએ છીએ, જેથી અમારા લગ્ન યોગ્ય ટ્રેક પર રહે. રાહુલે વધુમાં કહ્યું હતું, ‘તે રશિયન છે અને હવે તેણે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું તેને હંમેશાં ભગવાન શિવ તથા પાર્વતીનું ઉદાહરણ આપું છું. પતિ-પત્નીના સંબંધો શિવ-પાર્વતી જેવા હોઈ જાેઈએ. અમે અમારા સંબંધમાં શિવ-પાર્વતીને આદર્શ માનીએ છીએ. હું તેને ભગવદ ગીતા શીખવું છું.
અમે સાથે ધાર્મિક પુસ્તકો વાંચીએ છીએ. મને લાગે છે કે તમને એક યોગ્ય સાથી તથા પરિવાર માટે એક સારા ભાગ્યની જરૂર છે. રાહુલે ‘બિગ બોસ’માં જતા પહેલાં કહ્યું હતું કે તે નતાલિયા સાથે હેપી મેરિડ લાઈફ જીવે છે. આથી જ તે ‘બિગ બોસ’ના ઘરમાં મહિલાઓથી દૂર રહેશે. તે ઘરમાં પહેલાં લિંકઅપ કરી ચૂક્યો છે અને હવે તે ઘરમાં કોઈ ફૅક ફ્રેન્ડશિપ કરવા માગતો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.