રાયપુરમાં PM મોદીએ વરસાવી વીજળી, કહ્યું- ડરી જાય એ મોદી નહિ!

Other
Other

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યને રૂ. 7600 કરોડની યોજનાઓ ભેટમાં આપી છે. શુક્રવારે પીએમ મોદીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લગભગ 7600 કરોડ રૂપિયાના 10 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી સવારે લગભગ સાડા દસ વાગે વિમાન દ્વારા રાયપુર પહોંચ્યા હતા.

અહીં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન, મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નાયબ મુખ્ય પ્રધાન ટીએસ સિંહદેવ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પંજો રાજ્યમાં તેમનો અધિકાર છીનવવામાં લાગેલો છે. તેમણે કહ્યું, ‘છત્તીસગઢના વિકાસની સામે એક ‘ખૂબ મોટો પંજો’ દિવાલ બનીને ઉભો છે અને આ પંજો કોંગ્રેસનો છે, જે લોકો પાસેથી તેમના અધિકારો છીનવી રહી છે.’ પીએમ મોદીએ કહ્યું, ‘આ લોકો મારી પાછળ પડશે, મારી કબર ખોદવાની ધમકી આપશે, મારી વિરુદ્ધ ષડયંત્ર રચશે. પરંતુ તેઓ નથી જાણતા કે જે ડરી જાય છે તે મોદી ન હોઈ શકે.

પીએમ મોદીએ કહ્યું, ‘જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હતું ત્યાં વિકાસ મોડો પહોંચ્યો, તેથી અમે એવા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યા છીએ જે વિકાસની દોડમાં પાછળ હતા. છેલ્લા ઘણા દાયકાઓથી અન્યાય અને સુવિધાઓના અભાવનો સામનો કરી રહેલા લોકોને કેન્દ્ર આધુનિક સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. તેમણે કહ્યું, ‘છત્તીસગઢના નિર્માણમાં ભાજપની મુખ્ય ભૂમિકા રહી છે અને માત્ર ભાજપ જ અહીંના લોકોને સમજે છે, તેમની જરૂરિયાતો જાણે છે.’

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.