![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/10-18.jpg)
સાબરડેરીના પેટા કાયદામાં થયેલ ફેરફારને મંજૂરી ન આપવા પ્રાંતિજ MLAનો વિરોધ
સાબરડેરી દ્વારા ગત વાર્ષિક સાધારણ સભામાં પેટા કાયદામાં ચૂંટણી લાયકાતમાં ત્રણ ફેરફાર સહિત બે નવી જોગવાઈઓ અમલી બનાવવાનું ઠરાવાયા બાદ આ ઠરાવને મંજૂરી ન આપવા ભાજપના જ પ્રાંતિજ ધારાસભ્યે સહકાર મંત્રીને રજૂઆત કરતાં બંને જિલ્લાના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સહકાર મંત્રીને લેખિત રજૂઆત કરી છે કે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબરડેરી દ્વારા તા.ગત ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં સંઘના વર્તમાન પેટા કાયદામાં સુધારો કરાયો છે. હાલના નિયામક મંડળના સભ્યો દ્વારા ફક્ત વ્યક્તિગત હિત અને કાયમી સત્તા ઉપર ટકી રહેવા માટે પેટા કાયદામાં સુધારા સૂચવાયા છે. જો આવા પેટા કાયદામાં સુધારા કરાય તો બંને જિલ્લાની આશરે 1335 જેટલી સભાસદ દૂધ મંડળીઓ પૈકી મોટાભાગની દૂધ મંડળીઓના મત આપવાના અને ઉમેદવારી કરવાના હક્કો અધિકારો છીનવાઈ જાય તેમ છે.
સૂચિત સંઘના પેટા કાયદાની જોગવાઈઓ હાલના પેટા કાયદા સાથે સુસંગત ન હોય મળેલ રજૂઆતો બાદ સૂચિત પેટા કાયદામાં ત્રણ ફેરફાર અને બે નવી જોગવાઈઓ અમલી કરવાનો ઠરાવ દરખાસ્ત બનાવી મંજૂર કરવા મોકલી અપાયો છે. જે બંને જિલ્લાના સભાસદોના હિતમાં ન હોય બહાર ન રાખી દરખાસ્ત ના મંજૂર કરવા અંગત ભલામણ હોવાનું જણાવ્યું હતું.
કાયદામાં સુધારા કરાય તો દૂધ મંડળીઓના મત આપવાના અને ઉમેદવારી કરવાના હક્કો છીનવાઈ જાય તેમ છે.સાબરડેરીની વાર્ષિક સાધારણ સભામાં થયેલ ઠરાવ દરમ્યાન વિરોધ ન નોંધાવનાર દૂધ મંડળીના પ્રતિનિધિઓ હવે વિરોધ નોંધવવો શરૂ કર્યો છે. ગુરુવારે દૂધ મંડળીઓના 50 જેટલા પ્રતિનિધિઓએ સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ માત્રને માત્ર મુઠીભર લોકોના હિતમાં જ આ કાયદાના ફાયદા હોવાની લેખિત રજૂઆત કરી હતી.