થરાદના ગૌભક્તના જન્મ દિવસે ગરીબના ખોરડે અજવાળું કર્યું

Other
Other

થરાદ વાવ પંથકના યુવા ગૌભકત દ્વારા પોતાની સંપત્તિનો ગૌસેવામાં સદઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેમના જન્મદિવસે તેમના મિત્ર દ્વારા એક ગરીબના ખોરડે લાઈટની વ્યવસ્થા કરી આપી ઉજવણી કરી હતી. વાવ તાલુકાના સણવાલ ગામના દિનેશભાઈ રાયમલજી બારોટ પોતાને વારસામાં મળેલી પિતાની સવા કરોડની સંપત્તિનનો જાહેર સંકલ્પ કરીને ગૌસેવામાં વાપરી હતી. તદુપરાંત ગૌમાતામાં અખૂટ શ્રદ્ધા હોવાના કારણે ૫૦૦ જેટલી ગાયો ધરાવતી શ્રી ડાંગેશ્વર ગૌશાળા પણ બે વર્ષ (કોરોના સમયથી)થી દત્તક લઈને ગૌમાતાઓનું પાલન પોષણ કરી રહ્યા છે. આવા પ્રખર યુવા ગૌભક્તનો બુધવારે જન્મદિવસ હતો. જે નિમિત્તે તેમના મિત્ર ભાણજીભાઈ દ્વારા એક ગરીબ ખેડૂતને ખોરડે સૂર્યપ્રકાશથી ચાલતી સોલાર લાઈટની વ્યવસ્થા કરી આપી સાચા અર્થમાં મિત્રતા સાકાર કરી હતી. દિનેશભાઈ બારોટ તેમના જન્મદિવસ નિમિત્તે મિત્ર ભાણજીભાઈ દ્વારા એક અત્યંત સમ્માનીય પણ આર્થિક રીતે થોડા ગરીબ એવા ભાઈના ઘરે સૂર્યપ્રકાશ દ્વારા ચાલતી લાઈટની વ્યવસ્થા કરી આપવા બદલ ખુબ ધન્યવાદ વ્યકત કર્યા હતા.અને તેમના જન્મદિવસ નિમિત્તે એક જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરમાં તમે જે અજવાળું કર્યું છે.પરમાત્મા તમારા સમગ્ર સંસારમાં અજવાળું કરે એવી ગુરુદેવ દેવના ચરણોમાં અરજ સાથે હૃદયથી શુભ આશિષ પણ પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.