ખેડૂતોના હાથમાં ઝાડુ નહીં પણ દંડો સારો લાગે છે પાટીલ

Other
Other

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા ત્રીજા તબક્કાનો પાક સહાય ચેક વિતરણ કાર્યકમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને કહોડા વિસ્તારમાં આવતા ગામડાઓના ખેડૂતોને ચેક અર્પણ કરાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષનું એપીએમસી ચેરમેન સહિત ડિરેકટર ગણ, ઊંઝા ધારાસભ્ય તેમજ વેપારી મંડળો દ્વારા સ્વાગત કરાયુ હતું. ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસી ખેડૂતો ના કલ્યાણ માટે સદાય અગ્રેસર રહી છે. જીરું વરિયાળી, ઇસબગુલ જેવા પાકોનું વાવેતર કરતા ખેડૂતો ને પ્રોત્સાહન મળે એ માટે પાક સહાય રૂપિયા ૪૮૦૦ આપવામાં આવે છે. તેમજ ખેડૂતો ની આવક બમણી થાય એ માટે પ્રયત્નશીલ છે. બ્રાહ્મણવાડા પાસે ૩૦ એકર જમીનમાં આધુનિક માળખું
ધરાવતી એપીએમસી બનાવવામાં આવશે તેમ જણાવી એપીએમસીની સેવાકીય કાર્યોની રૂપરેખા આપી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ એ જણાવ્યું હતું કે, ઊંઝા એપીએમસીમાં ચાર ચાંદ લગાવવાનું કામ ચેરમેન દિનેશભાઇ પટેલે કર્યું છે . ખેડૂતો ના કાર્યકમમાં પ્રદેશ પ્રમુખ પણ ખેડૂત છે મારી પાસે ૧૫૦ એકર જમીન છે હું પણ ખેતી કરું છું. ઊંઝા એપીએમસી એ ખેડૂત ને પગભર બનાવી મુજબૂત કર્યા છે. ખેડૂતો ના હિત માટેની લાગણી પણ છે. આવનારા સમયમાં ખેડૂતો ની ઉપજ અન પ્રગતિ અકલ્પનિય છે. ગમે તેવા સંજાેગો ઉભા થાય પણ ખેડૂતો જમીન વેંચતા નહી. સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન ભાજપનો કાર્યકર કરે છે.હવે ખેડૂતો ના હાથમાં ઝાડુ નહીં પણ દંડો સારો લાગે છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ભાઈ ઝડફિયા, એમ. એસ. પટેલ, કૌશલ્યા કુંવરબા, મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ હિતેષભાઈ, યુવા મોરચા અધ્યક્ષ પૌરવભાઈ ,ઊંઝા ધારાસભ્ય ડો. આશાબેન પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ, સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિતના ડિરેકટર ગણ, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હિતેશ પટેલ એચએચ, મહામંત્રી અશ્વિન પેઈન્ટર સહિત ભાજપના હોદેદારો ,કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.