નવી સરકાર એક્શન મોડમાં : ધાનેરાને નર્મદાનું પાણી મળશે

Other
Other

વર્તમાન સમયમાં ગુજરાતમાં ભાજપ સરકાર બહુમતીથી જીત્યા બાદ એક્શન મોડમાં આવી ગઈ છે.ત્યારે ચૂંટણી પહેલા વડાપ્રધાન થરાદ ખાતે આવ્યા હતા તે સમયે તેઓએ ધાનેરાને પાણી આપવા બાબતે વાત કરી હતી.ત્યારે થરાદના ભાપીથી સામરવાડા સંપમાં પાણી નાખી ધાનેરાને નર્મદાનું પાણી આપવાનું ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યુ છે.ત્યારે ટૂંક સમયમાં ધાનેરાને નર્મદાનું પાણી મળશે.જેને લઈ તાત્કાલિક અસરથી થરાદના ભાપીથી સામરવાડા ખાતે પાઇપલાઇન નાખવામાં આવી હતી જેને વર્તમાનમાં જાેઈન્ટ આપી તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નર્મદાનું પાણી ધાનેરાને મળે.આમ અત્યારસુધી લોકો ફ્લોરાઈડવાળુ પાણી પી પરેશાન થતા હતા.જેનાથી આગામી સમયમાં લોકોને રાહત થશે અને જે પાણીની મુશ્કેલી હતી તે પણ દૂર થશે.આમ આ બાબતે ધાનેરા પાલિકાના પાણી પુરવઠા અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે વર્તમાનમા ધાનેરાને નર્મદાનું પાણી ટેસ્ટિંગ માટે આપવામાં આવી રહ્યુ છે.ત્યારે આગામી તા.૧-૧-૨૦૨૩થી રેગ્યુલર પાણી આપવામાં આવશે તેમ જણાવી કહેલ કે નર્મદાના પાણી મળવાથી લોકોની પાણીની પડતી મુશ્કેલી દૂર થશે આ સિવાય સિંચાઇનું પાણી પણ ધાનેરાને મળે તે માટે સરકાર પ્રયત્નશીલ જાેવા મળી રહી છે.આમ ધાનેરા વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનેલ ભગવાનભાઈ પટેલે જણાવ્યુ હતું કે સરકારે ચૂંટણીમા આપેલ વચનો પુરા કરવાની શરૂઆત કરી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.