ભારત સેમિફાઈનલમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

Other
Other

દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મહત્વની મેચમાં અપસેટનો શિકાર બની છે. નેધરલેન્ડે ગ્રુપ 1ની તેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવીને મેચ જીતી લીધી હતી. જે આફ્રિકા સામે ટીમની પ્રથમ જીત છે. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ભારતીય ટીમને તેનો ફાયદો થયો છે. ટીમ 6 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, ભારતે હજુ તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે જે આજે રમાશે.સાઉથ આફ્રિકાની ટીમ ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં ચોકર્સ સાબિત થઈ છે. છેલ્લા ઘણા વર્લ્ડ કપમાં મજબૂત ટીમ સાથે ઉતર્યા હોવા છતાં ટીમ વરસાદના કારણે તો ક્યારેક અપસેટનો શિકાર બની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.ભારતીય ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવનારી ત્રીજી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ 2022 સુપર-12ના ગ્રુપ 2માંથી ભારતે અંતિમ-4માં સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા સેમિફાઈનલનો નિર્ણય બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેના મેચ વિનર દ્વારા થશે. ગ્રુપ-1માંથી ટી20 વર્લ્ડ કપના પ્રથમ બે સેમીફાઈનલનો નિર્ણય થઈ ચૂક્યો છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ અંતિમ-4માં પ્રવેશ કરી ચૂકી છે.મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 145 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટેફન અને મેક્સે નેધરલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. સ્ટીફન 37 રન બનાવીને આઉટ થયો હતો. નેધરલેન્ડના બેટ્સમેનોએ ટુર્નામેન્ટની સૌથી મજબૂત બોલિંગ લાઇનઅપ સામે મજબૂત પ્રદર્શન કર્યું હતું. મેક્સ 31 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ટોમ કૂપરે 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. એકરમેને 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. નોરખિયા સિવાય આફ્રિકાના તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા. મહારાજને બે અને નોરખીયા, માર્કરામને એક-એક વિકેટ મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.