મહેસાણા પોલીસે 400થી વધુ CCTV ચેક કરીને ત્રણને ઉઠાવ્યા

Other
Other

આજથી અંદાજિત ત્રણ માસ અગાઉ 25 સપ્ટેમ્બર 2023ના રોજ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોટાણા ગામે જીઇબી રોડ પર આવેલા પ્રેરણા બંગ્લોઝમાં બપોરના સુમારે પાંચ અજાણ્યા શખ્સો ફરિયાદીના ઘરમાં રીવોલ્વર તથા ચપ્પુ બતાવી ફરીયાદીની સાસુ તથા વડ સાસુને ડરાવી તેમને પહેરેલા ઘરેણા ઝુંટવી લઇ તેમની પર હુમલો કરી રુમમાં પુરી દઇ ઘરમાં રહેલા આશરે 80 તોલા વજન આશરે કિંમત રુપિયા 40 લાખ તથા ચાંદીના ઘરેણા કુલ રુપિયા 72 હજાર મળી તથા રોક઼ડ રકમ 1.20 લાખ સહિત કુલ રુપિયા 44.92 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાબતે સાંથલ પોલીસ મથકે ઇપીકો ક. 397, 395, 450, 342, 323 તથા આર્મસ એક્ટ રપ (1બી)એ તથા જીપીએક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયો હતો.જે ગુનાનો ભેદ ઉકેલવા માટે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ના.પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇ સહિત પોલીસ તંત્રની ટીમ આ ગંભીર લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા માટે કમરકસી હતી. જેમાં સફેદ કલરની કીયા કંપનીની કાર નં. જીજે.15 પાર્સિગની ગાડીનો લૂંટમાં ઉપયોગ થયો હોવાનું ખુલાસો થતાં તપાસનો દોર તે તરફ લંબાવ્યોં હતો.


મહેસાણા એલસીબી પીઆઇ, પીએસઆઇ, પેરોલ ફર્લો સ્કોર્ડ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી 400 સીસીટીવી કૂટેજ ચેક કરી કીયા કંપનીની આ કાર નંબરના આધારે રાજ્યના અલગ અલગ આરટીઓ કચેરી ખાતે માહિતી મંગાવી તેમજ ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા વિગેરે જિલ્લાઓના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશ, દિલ્લી, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આંતરાજ્ય ગેંગની માહિતી મેળવવામાં આવી હતી.આ તપાસ દરમિયાન આ શંકાસ્પદ કાર પાલનપુર ખાતે જણાઇ આવેલ હોઇ એલસીબી ટીમ દ્વારા આ ગાડી જે જગ્યાએ રોકાયેલ હોઇ તેની આસપાસ બાતમીદારો દ્વારા તપાસ કરાવતાં ટેકનિકલ ટીમ દ્વારા ટાવર ડેટા મેળવી સોહેલઅલી ઉર્ફે ડોક્ટર ઝાકીરઅલી સીદીકી (રહે. આઝાદનગર મેરઠ શહેર તા.જી. મેરઠા. ઉત્તરપ્રદેશવાળા) સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં મળી હતી. જેમને મહેસાણા એલસીબીની ટીમ ઝડપી લાવી જેલના સળિયા પાછળ ધકેલ્યાં છે. જ્યારે વધુ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.