મેથ્યુ હેડને ઇન્ડિયા માટે લખ્યો ઈમોશનલ લેટર ૧.૪ બિલિયનની વસતિ ધરાવતા દેશના પડકારને બધા સમજે

Other
Other

ન્યુ દિલ્હી,
કોરોનાની બીજી લહેરને કારણે ભારત ભયાનક સ્થિતિમાં છે. પરિણામે, દેશમાં દરરોજ સરેરાશ ૩-લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાય છે, જ્યારે મૃત્યુઆંક સતત ૪૦૦૦ની આસપાસ રહે છે. વાયરસે બાયો-બબલમાં પણ એન્ટ્રી કરતાં ઇન્ડિયન પ્રીમિયર લીગને સસ્પેન્ડ કરવી પડી હતી. વિદેશી ખેલાડીઓ પરત તો ફરી ગયા છે, પરંતુ હજી પણ તેમના મનમાં ભારત પ્રત્યે સંવેદનશીલ વિચારો ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડને ઇન્ડિયા માટે એક ઈમોશનલ લેટર લખ્યો છે. આનંદ મહિન્દ્રાએ પોતાના સો.મીડિયા અકાઉન્ટ પર એને શેર કર્યો છે.
ભારત અત્યારે સેકન્ડ વેવની મધ્યમાં ખરાબ પરિસ્થિતિમાં છે. આવી ભયાનક સ્થિતિ પહેલાં ક્યારેય જાેઈ નથી. વર્લ્ડ મીડિયા અત્યારે દેશની ભારે ટીકા કરી રહ્યું છે, પણ ૧.૪ બિલિયનની વસતિ હોય ત્યાં જાહેર જનતાની યોજનાના અમલીકરણ અને સફળતા એક પડકાર છે.
મેથ્યુ હેડને ઈમોશનલ લેટરમાં લખ્યું, હું હવે છેલ્લા એક દાયકાથી ભારતની મુલાકાત લેતો આવ્યો છું અને આખા દેશમાં ખાસ કરીને તામિળનાડુની યાત્રા કરું છું, જેને હું મારું “આધ્યાત્મિક ઘર” માનું છું. આવા વૈવિધ્યસભર અને વિશાળ દેશને ચલાવવાનું કામ સોંપાયેલા નેતાઓ અને જાહેર અધિકારીઓ માટે હંમેશાં મને સૌથી વધુ આદર છે.
હું જ્યાં ગયો ત્યાં લોકોએ મને પ્રેમ અને સ્નેહથી આવકાર્યો, એના માટે કાયમ ગ્રેટફુલ રહીશ. હું ગર્વથી દાવો કરી શકું છું કે મેં ભારતને ઘણાં વર્ષોથી નજીક જાેયું છે અને તેથી જ આ ક્ષણે તે તકલીફમાં છે એ જાેઈને મારું મન રોવે છે. પ્રેસ ત્યાંની પરિસ્થિતિ અને પડકાર સમજ્યા વગર ખોટી રીતે બધું રિપ્રેઝન્ટ કરે છે.
એક ક્રિકેટર અને ગેમના લવર તરીકે હું ૈંઁન્ કવર કરવા જાઉં છું. બીજા ઘણા ઓસ્ટ્રેલિયન્સ પણ આ લીગ સાથે જાેડાયેલા છે. ત્યારે જ્યારે બધા ભારત માટે દરવાજા બંધ કરી રહ્યા છે અને સરકારની ટીકા કરી રહ્યા છે ત્યારે મને થયું કે હું મારા વિચારો વ્યક્ત કરું.
હું એક ડેટા પર્સન નથી, પરંતુ મીડિયા રિપોટ્‌ર્સથી જે આંકડા જાેયા એ આશ્ચર્યમાં મૂકે એવા છે. ભારતે ૧૬૦ મિલિયન લોકોને વેક્સિન આપી દીધી છે, જે ઓસ્ટ્રેલિયાની વસતિ કરતાં ૫ ગણા છે. ત્યાં રોજ ૧૩ લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. હું એ પોઇન્ટ રજૂ કરવા માગું છું કે આ નંબરની અવગણના કર્યા વગર આપણે આટલી મોટી વસતિ ધરાવતા દેશના પડકારને સમજવો જાેઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.