બનાસકાંઠા જિલ્લાના ૫૭૨ ગામોમાં લંપીના કેસ નોંધાયા, આજે નવા ૬૦૩ કેસ; ૯ પશુના મોત

Other
Other

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના ૧૪ તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા ૬૯૩ જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે ૦૯ જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૫૭૨ ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે

૧૪ તાલુકામા ૫૭૨ ગામમાં ૧૬૬૭૭ પશુઓ ને અસર કુલ ૩૩૬ પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા ૬૦૩ પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે ૦૯ જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જોકે જિલ્લાના કુલ ૧૪ તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના ૫૭૨ ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ ૧૬૬૭૭ પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ૩૩૬ પશુઓના મોત નિપજ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૧૪ તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ ૧૩ ગામો અમીરગઢ તાલુકના કુલ ૧૨ પાલનપુર તાલુકાના કુલ ૨૧ ગામો વડગામ તાલુકના ૧૮ ગામ દાંતીવાડા તાલુકાના કુલ ૧૭ ગામ ડીસા તાલુકાના કુલ ૫૭ ગામો કાંકરેજ તાલુકના કુલ ૬૪ ગામો વાવ તાલુકના કુલ ૬૪ ગામો થરાદ તાલુકાના કુલ ૮૪ ગામો ભાભર તાલુકાના કુલ ૪૨ ગામો દિયોદર તાલુકાના કુલ ૫૩ ગામો ધાનેરા તાલુકના કુલ ૪૩ ગામો સુઈગામ તાલુકાના કુલ ૩૫ ગામો લાખણી તાલુકાના કુલ ૪૯ ગામો બનાસકાંઠા જિલ્લા કુલ ૫૭૨ ગામો લંપી વાયરસ અસરગ્રસ્ત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.