મોંઘવારીનો માર! પેટ્રોલ-ડીઝલ કરતા પણ મોંઘા થયા ટામેટા

Business
Business

દિલ્હીમાં ટામેટાંના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ટામેટા પેટ્રોલ અને ડીઝલ કરતા પણ મોંઘા થયા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. તો ટામેટાના ભાવ વધીને રૂ.100 પ્રતિ કિલો થઈ ગયા છે. આનું કારણ એ છે કે દેશના વિવિધ ભાગોમાં વરસાદ છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ટામેટાની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.

વરસાદના કારણે શાકભાજી મોંઘી

કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર શનિવારે દિલ્હીમાં ટમેટાની છૂટક કિંમત 93 રૂપિયા પ્રતિ કિલો હતી. સરકારી ડેટા અનુસાર, 20 જુલાઈના રોજ ટામેટાની અખિલ ભારતીય સરેરાશ કિંમત 73.76 રૂપિયા પ્રતિ કિલો હતી. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ભાવમાં તીવ્ર વધારો ભારે ગરમી અને અતિશય વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે થયો હતો.

બટાટા અને ડુંગળી પણ મોંઘા 

શનિવારે પશ્ચિમ દિલ્હીમાં મધર ડેરી સ્ટોર પર ડુંગળી 46.90 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 41.90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. સરકારી આંકડા મુજબ, દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલોના દરે મળે છે. ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ ભાવ 44.16 રૂપિયા પ્રતિ કિલો છે અને બટાકાની સરેરાશ કિંમત 37.22 રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.