ફિલ્મ ‘Oh My God 2’ માં પરેશ રાવલની જગ્યાએ પંકડ ત્રિપાઠી જાેવા મળશે

Other
Other

મુંબઈ,
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાની ફિટનેસ સાથે તેની ફિલ્મો માટે પણ પ્રખ્યાત છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે ઓહ માય ગોડ. ચર્ચા સામે આવી છે કે ફિલ્મની સીક્વલ બની રહી છે. મેકર્સનું પ્લાનિંગ હતું કે ૨૦૨૧માં આ ફિલ્મનું શૂટીંગ શરુ કરી દેવામાં આવી પરંતુ હજુ સુધી તે લોકડાઉનના કારણે થઈ શક્યું નથી. પરંતુ હવે સપ્ટેમ્બરથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ શકે છે.
ઉમેશ શુક્લા નિર્દેશિત ફિલ્મના પહેલા પાર્ટમાં અક્ષય કુમાર સાથે લીડ રોલમાં પરેશ રાવલ હતા પરંતુ હવે ખબર એવી સામે આવી છે કે આ ફિલ્મની સીક્વલમાં પરેશ રાવલ નહીં પરંતુ તેની જગ્યાએ પંકડ ત્રિપાઠી જાેવા મળશે. પંકજ સાથે મેકર્સ ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા હતા અને હવે બધુ જ ફાઈનલ થઈ ચુક્યું છે.
ફિલ્મનું શેડ્યુલ ૨ મહિનાનું નક્કી થયું છે અને સપ્ટેમ્બરથી તેનું શૂટિંગ શરુ થઈ જશે. પ્રી પ્રોડકશન પર પણ કામ શરુ થઈ જશે. ઓએમજી ૨નું પ્રોડકશન અશ્વિન વર્દે અક્ષય કુમાર સાથે મળીને કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ કરતા પહેલા અક્ષય આનંદ એલ રાય નિર્દેશિત રક્ષા બંધન, અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત રામ સેતુ અને અન્ય એક ફિલ્મનું શૂટિંગ પુરુ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.