પાલનપુરમાં લાખો રૂપિયાના આંધણ બાદ બનાવેલા રોડ પર ભુવા પડયા

Other
Other

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર,  ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં શહેરમાં આડેધડ ખોદકામને લઈ ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર બન્યા છે. જે રોડ રસ્તાના નવીનીકરણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં નબળી ગુણવત્તાના રોડ પર પડેલા ભૂવા ઓ કામમાં થયેલી ગેરરીતિઓની ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે હનુમાન ટેકરી વિસ્તારથી સુખબાગ રોડ પર તાજેતર બનાવેલા સીસી રોડ પર ભુવા પડી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તાર માં ભૂગર્ભ ગટરની પાઇપ લાઈન નાખવાની નબળી કામગીરીમાં અનેક રોડ રસ્તાનો સત્યાનાશ વળી ગયો છે. જેને લઈ કોટ અંદર ના વિસ્તારમાં પગપાળા કે વાહન લઈ ને નીકળવું લોકો માટે મુશ્કેલ બન્યું છે. તેમજ શહેર અન્ય વિસ્તારોમાં ગેસ લાઈનની કામગીરી માં પણ આડેઘડ ખોદકામ થી રોડ ખખડધજ બની રહ્યા છે.

લાખો રૂપિયાના ખર્ચે નવો રોડ બન્યો
આબુ હાઇવે પર સ્વસ્તિક સ્કૂલ તેમજ નૂતન સ્કૂલ જવાના માર્ગ પર તાજેતર માં લાખો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યા હતા. જાેકે આ રોડ પર ગેસની લાઈન માટે ખોદકામ કરવામાં આવતા સ્કૂલ નજીકના રોડ પર ઠેરઠેર ભુવા પડી જતા અકસ્માત સર્જાવા ની ભીતી સેવાઈ રહી હોઈ આ બિસ્માર માર્ગો નું સમાર કામ કરવા ની માંગ ઉઠી છે. વળી ગુણવત્તા વગરનું કામ કરનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.