પાલનપુર શહેરમાં જ્યાં ભારે ટ્રાફિક ત્યાં ટુલેન બ્રિજ અને ભારે વાહનોની અવરજવર ઓછી ત્યાં ફોરલેન હાઇવે

Other
Other

પાલનપુર આરટીઓ સર્કલ પર થ્રી લેગ એલીવેટેડ બ્રિજનું પાછલા દોઢ વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આગામી મે મહિનામાં બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. જોકે બ્રિજનું પ્રારંભિક સ્ટ્રક્ચર સામે આવ્યા બાદ બ્રિજની સૌથી મોટી કમજોર કડી સામે આવી છે.

પાલનપુર આબુ હાઇવે પર જ્યાં સૌથી વધુ ભારે વાહનોની અવર-જવર છે તેવા ટ્રેક પર બ્રિજ સાંકડો બનાવવામાં આવ્યો છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માત્ર 2 લેન બ્રિજની ડિઝાઇન આવનાર સમયમાં ભારે વાહનો માટે અડચણ રૂપ સાબિત થશે. જેની સામે સામેના છેડે અંબાજી હાઈવે પરનો બ્રિજ ફોર લેન બનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ બ્રિજની ડિઝાઇન જ્યારે સામે આવી ત્યારે આ બાબત અંગે આંશિક હોબાળો થયો હતો પરંતુ હવે જ્યારે સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ રહ્યું છે બ્રિજની વાસ્તવિક સ્થિતિ જોઈ શહેરીજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.