મહેસાણામાં જીઇબી પાસે નડતરરૂપ શાકભાજીની લારીઓ હટાવી દેવાઈ
મહેસાણાના યુજીવીસી એલ રોડ ઉપર રસ્તા સાઇડમાં ગોઠવાતી શાકભાજીની લારીઓ રસ્તા ઉપર આવી જતાં લોકોને અવર-જવર કરવું પણ મુશ્કેલ બની રહ્યાની રાડ ઉઠતાં ગતરોજ પાલિકાના 10 કર્મચારીઓની ટીમ દ્વારા તમામ લારીઓને ખદેડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.શહેરમાં રોજ સાંજે રસ્તા સાઇડમાં શાકભાજીની લારીઓ આગળ પણ બીજી હરોળ લારીઓની ગોઠવાતી હોઇ મુખ્ય રસ્તામાં વાહનચાલકોને નીકળવા માટે જગ્યા જ રહેતી નથી. ત્યારે ગતરોજ નગરપાલિકા પ્રમુખની સૂચનાથી દબાણ શાખાની ટીમ સાંજે જીઇબી રોડ પહોચતાં જ શાકભાજીના લારીધારકોમાં દોડધામ મચી હતી અને જોતજોતામાં લારીધારકોને દોટ મૂકી હતી. જ્યારે શૌચાલય પાસે પાણીપુરીના બંધ સ્ટોલ ઉપાડીને ટ્રેક્ટર મારફતે ગેરેજ શાખામાં કબ્જે લેવાયા હતા. હવે રોજ રસ્તામાં સર્જાતી અડચણો દૂર કરવા દબાણ ટીમને રાઉન્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. જોકે સાંજે વરસાદ શરૂ થતાં અન્ય રસ્તાઓની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.