મહેસાણામાં તબેલામાં ઘૂસી આવીને શખ્સે મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો

Other
Other

મહેસાણા તાલુકાના એક ગામમાં આવેલા તબેલા પર એક ગામનો પરિવાર છેલ્લા 13 વર્ષથી મજૂરી કરતો અને તબેલામાં રહે છે. ત્યારે રાત્રી દરમિયાન મહિલા પોતાના પરિવાર સાથે તબેલામાં સુઈ રહી હતી, એ દરમિયાન ચૌહાણ મહેબૂબ મીયા તબેલામાં ઘૂસી આવી મહિલા સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. જેથી મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગામ નજીક આવેલા તબેલા પર નવી ઘોડી લાવવામાં આવી હતી, જેથી ત્યાં મહેબૂબ મીયા ઉર્ફ લાલો અબ્બાસમીયા ચૌહાણ નામનો શખ્સ અવાર નવાર ઘોડી જોવા આવતો હતો જેથી મહિલા તેને ઓળખતી હતી.

સમગ્ર મામલે તબેલામાં મજૂરી કરવા આવેલી મહિલા પોતાના પતિ અને બાળકો સાથે સુઈ રહી હતી એ દરમિયાન રાત્રે 11 કલાકે તબેલાનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા મહિલા ઉઠીને જોવા ગઈ હતી. આ દરમિયાન મહેબૂબ મીયા ઉર્ફ લાલો ચૌહાણ અચાનક તબેલામાં ઘુસી આવીને મહિલાને બળજબરી પૂર્વક પકડી પાડી “તારે મારી સાથે સબંધ બાંધવો છે કે નહીં” એમ કહી જબરદસ્તી કરી હતી. બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતા પતિ ઉઠી જતા મહેબૂબ મીયા ઉર્ફ લાલાએ મહિલાના પતિને ગાળો બોલી ત્યાંથી ભાગી ગયો હતો, સમગ્ર મામલે પતિએ મહિલા ને હિંમત આપતા મહિલાએ શખ્સ સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.