ડીસા જાવલ ગામે ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતાં વાહનચાલકો હેરાનપરેશાન
ડીસા ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુપણ વિકાસની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા તાલુકાના જાવલ ગામે ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતા રાહદારીઓ સહિત વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જાવલ ગામે વાલ્મીકિ વાસમાંથી ઉભરાતાં ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે જાવલ ગામ પંચાયત કચેરી અને જાવલ પ્રાથમિક શાળાની સામે પણ સિપુ ડેમનુ સપનું પાણી લિકેજ થવાથી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.
એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વછતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વછતા અભિયાનનો આજેપણ અભાવ જોવા મળી રહ્યો છે અને આજેપણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલા પર પ્રસાર થવા માટે રોજબરોજ મજબુર બની રહ્યા છે ડીસાના જાવલ ગામે આજેપણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
સરકાર દ્વારા જાવલ ગામે બનાવેલ જાહેર શૌચાલયના દરવાજા પણ તુટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે રોડ પર મુકવામાં આવેલ પાણીની ટાંકીમાં પણ પીવાના પાણીની અભાવ જોવા મળી રહ્યો છે જ્યારે જાવલ થી રોબસ ફાગુરદા જવાનો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક ગામ પંચાયત લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોઈ તેવું દેખાઈ રહ્યું છે.
Tags Disa disturbing motorists road