અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયું, અમેરિકન નાગરિકો પાસેથી પડાવતાં હતાં પૈસા

Other
Other

અમદાવાદમાં ફરીથી ગેરકાયદેસર કોલ સેન્ટર પકડાયું છે. પોલીસ કસ્ટડીમાં રહેલા બંને આરોપીઓના નામ પ્રશાંત શર્મા અને ઉજ્વલ ઉર્ફે સ્ટીવ શાહ આ બંને શખ્સો અમેરિકન નાગરિકોને છેતરીને પૈસા પડાવવાનું કામ કરતા હતા. પીસીબીએ તપાસ દરમ્યાનમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા કોમ્પુટર સિસ્ટમ તેમજ અન્ય મુદામાલ મળી કુલ રુપિયા 3.90 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને સોંપી IPC 406,420 અને 120(B) અને IT એકટ 66(D) ,84(C) મુજબ ગુનો મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.