હીરે મોતી તુમને છુપાયે કુછ હમ લોગ ના બોલે ! અબ આટા ચાવલા ભી છૂપાયે તો ભૂખો ને મૂંહ ખોલે !!

Other
Other

માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા કોલેજાેમાં પરીક્ષાઓની તૈયારીનો માહોલ વચ્ચે દશ-અગિયાર મહીના પછી શિક્ષણકાર્ય ચાલુ થવા મથામણ કરી રહ્યું છે ત્યાં જ અચાનક ધો.૧૦ એસ.એસ.સી.,ધો.૧ર એચ.એસ.સી.ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો.જેમાં આ પરીક્ષાઓ આગામી દશમી મે થી શરૂ થશે ને એકત્રીસમી મે પહેલાં પુરી થશે એ પછી ધો.નવ-અગિયારની પરીક્ષાનું શું થાય છે એ તરફ શિક્ષણ જગતની નજર છે.તો ધો.પાંચથી આઠનું પંદરમી ફેબ્રુઆરીએ વર્ગખંડમાં શિક્ષણકાર્ય શરૂ થાય છે કે કેમ ? આ બધાની સાથે આનંદના સમાચાર એ છે કે ભારતમાંથી કોરોના કોવીડ-૧૯ ગાયબ થઈ ગયો છે.રસીકરણનું મહા અભિયાન ઝડપભેર આગળ વધી રહ્યું છે.કુદરતી હવામાનમાં અવનવો નજારો જાેવા મળી રહ્યો છે. બે કલાક કડકડતી ઠંડી વચ્ચે ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે.બજેટ પછી શેરબજારમાં તેજીને સોના ચાંદીમાં જાેરદારની વધ પછી થોડી ભાવમાં ઘટ આવી. આ બધી ગડમથલમાં ખાદ્ય ચીજવસ્તુઓ કે જેને આપણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ કહીએ છીએ જેના વિના ચાલી જ ના શકે તેના ભાવમાં જે તે કૃષિ ઉત્પાદનની સીઝનમાં વૃદ્ધિ તો થઈ રહી છે.પણ ભેળસેળવાળી વસ્તુ મળે ત્યારે શું કહેવું ?આપણી મૌન નિતિ જ આજે આપણા શરીર, સમાજ, દેશના ‘માનવ’ જીવને ખોખલો બનાી રહ્યો છે પણ આપણે ‘કંઈક બોલવા જઈશું તો દેશ વિરોધી રાહુલ,સોનીયા,જવાહરલાલના સમર્થકો કહેવાશું અથવા સિત્તેર વર્ષમાં આ બધાએ શું કર્યું તેવું કોઈકને કોઈક ભકત ધડાક દઈને સંભળાવી દે એટલે આપણે તો બોલતા જ ચૂપ થઈ જઈએ.રાષ્ટ્રના હિતની વાત આજે કરી શકતી નથી એટલે આ લોકશાહી ? તમે જ મનોમન ચિંતન કરશો તો ખ્યાલ આવશે. આજની રત્નકણીકાની શરૂઆતમાં થોડી આડીઅવળી વાતો વાગોળી જે વર્તમાન સમયમાં ઝઝુમી રહી છે. સીંગતેલ ગુજરાતમાં સૌથી વધુ વપરાય છે તેને આજે ખાવા જેવું ચાખ્યું નથી.ભાવમાં તો કેવો ભડકો છે તે લીટરને કિલ્લોના ડબ્બાને પૂછો તો જ ખબર પડે. બાકી તો ચોખા મકાઈનું તેલ મળે ને હવે ઘઉં,બાજરી, જુવારનું તેલ પણ બજારમાં આરોગ્યપ્રદ થઈને ધૂમ વેચાય તોય બધું જાણવા છતાં કંઈ બોલવાનું નહીં જ કેમ કે લોકશાહી છે ને ?લોકોએ મર્યાદામાં રહેવું પડે, મોંઢા પર માસ્કને હાથ સતત ધોયે રાખવાના છે..એકબીજાથી સોશીયલ અંતર પણ જાળવવું એ આપણી ફરજ છે.સીટ બેલ્ટ અને હેલ્મેટ તો ફરજીયાત જાેઈએ.આ લોકશાહીમાં પ્રજાએ બધા નિયમો પાળવા જ પડે નહીંતર દંડ રોકડમાં ભરીને ભખ્ખર કોના ભરાય એ ભકતો મટીને જરા ચિંતન કરશો.બાકી કોઈના ભકત હશો તો ચિંતન કરી જ નહીં શકો.કારણ કે કોઈને કોઈ પ્રકારની ગ્રંથિ તમારામાં (ગાંઠ)ગ્રંથિ જેવી બની ગઈ છે.રોટી ફિલ્મના કિશોરકુમારે ગાયેલાને રાજેશખન્ના-મુમતાઝના પાત્ર પાસે અભિનય કરાવેલ ગીત યે બાબુ, યે પબ્લીક હૈ, પબ્લીક યે સબ જાનતી હૈ,એજી અંદર કયા હૈ, એ જી બહાર કયા હૈ, અંદર કયા હૈ, બહાર કયા હૈ, યે સબ કુછ પહચાનતી હૈ,કયા નેતા, કયા અભિનેતા સે જનતા કો તો ધોખા, પલ મેં સોહરત ઉડ જાયે, એક પવન કા તો ઝોકા.
હીરે મોતી તુમને છુપાયે કુછ હમ લોગ ના બોલે,
અબ આટા ચાવલ ભી છુપાયે તો ભૂખોને મુંહ ખોલે ભીખ ન માંગે
અરે કર્જ ન માંગે, યે અપના હક્ક માંગતી હૈ, યે બાબુ પબ્લીક હૈ પબ્લીક સબ જાનતી હૈ, ગત સાલ બારીસ નહીં હુઈ ઈસ સાલ બારીસ જયાદા હુઈ અનાજ કહાં સે પાકેગા..! યે પબ્લિક હૈ સબ જાનતી હૈ, યે ચાહે તો શર પે બેઠા લે, ચાહે ફેંક દે નીચે પહેલે એ પીછે ભાગે ફીર ભાગે ઉસકે પીછે ઓ દિલ તુટે તો એ રૂઠે તો તોબા કહાં યે માનતી હૈ !
ખરેખર આ ગીતની એક એક કડી આજના સમયે શ્રેષ્ઠ ચિંતન કરાવે છે.નોવેલ કોરોના કોવિડ-૧૯ ની ઝણઝણાટી વચ્ચે બીજા બધાં કામો અટકી ગયાં પરંતુ વિકાસના નામે ગામડાં, શહેરો, મહાનગરોમાં રેત રોડાના રસ્તા બનાવીને ગ્રાન્ટ ઈશ્યુ કરવાનું ન અટકયું ત્યાં મજુરોને દલાલોનાં ટોળાં થતાં એમાં કોરોનાનું સંક્રમણ કયાં ? સમજાય તેને ધન્યવાદ. આજે મહા નગરપાલિકા, પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીની દોડધામ ચાલે છે જ્યાં કોણ કોને કેટલું હંફાવશે કુદાવશે એવી કોઈ ચર્ચા જ નથી.જયાં ત્યાં વોર્ડમાં કોણ કેટલો જાડો ને વર્ચસ્વ ધરાવે છે એની સાથે તેની પાસે દલ્લાની જાડાઈ કેટલી છે એ જ જાેવાય છે.વધુ નહીં બોલવાનું.. ભગવાન શ્રીરામચંદ્રજીનું આવાસ ઘણા વર્ષોના ઈંતજાર પછી નિર્માણ પામી રહ્યું છે.ફળ નહીં તો ફુલની પાંખડી આપજાે.. આગળ મહા શિવરાત્રી આવી રહી છે..હો…જયશ્રીરામ…
વાચક મિત્રો, ચિંતન આપણું ને આપણા વચ્ચે જ રહેવું જાેઈએ.કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં આપણું તો આપણા હૃદય-મનનો ભાર હળવો કરવો ને બાકી તો યે પબ્લિક હૈ.. સબ જાનતી હૈ, અત્યારે લાગવગવાળા કરોડપતિઓ, બીપીએલ અંત્યોદયની યાદીમાં છે જે ગરીબો, બિચારા બીપીએલ અંત્યોદયનો ક્રમાંક મેળવવા ત્રણ પાંચ હજાર કરકસર કરીને ભેગા કરી રહ્યા છે.જય હો રોટી..ના અસ્તુ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.