મોરબીમાં ભારે વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો
સમગ્ર રાજ્યમાં હાલમાં તમામ જીલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. મોરબીમાં વરસાદ વરસ્યો છે, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. પાણી ભરાતા વાહનો અને લોકોને ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં પગલે મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. આ સ્થિતિના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. વર્તમાન સમયમાં મચ્છુ-3 ડેમમાં 1674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રબીના જીવાપર,ચકમપર, જીકીયારી, જેતપર, રાપર, શાપર ગામને એલર્ટ કરવામાં આવ્યયા છે. નદી કાંઠાના વિસ્તારમાં ન જવાની તંત્રની સુચના આપી છે.