હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિકથી લીધા છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપવામાં આવી માહિતી, જાણો- પુત્રને કોણ રાખશે!

Other
Other

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નતાસા સ્ટેનકોવિકથી છૂટાછેડા લઈ લીધા છે. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ જાહેર કરીને ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે અને અહીં એક પાર્ટીમાં તે હાર્દિકને મળી હતી અને તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. પરંતુ માત્ર 4 વર્ષ બાદ આ સુંદર સંબંધનો અંત જોઈને ચાહકો પણ નિરાશ થયા છે.

આ વર્ષે IPL બાદથી તેમના સંબંધોમાં તિરાડના અહેવાલો આવ્યા હતા. IPL પછી, જ્યારે T20 વર્લ્ડ કપ દરમિયાન પણ નતાશા હાર્દિક સાથે જોવા મળી ન હતી, ત્યારે અટકળોએ જોર પકડ્યું હતું કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હવે આ લેટેસ્ટ પોસ્ટ બાદ ફેન્સની શંકા સાચી સાબિત થઈ છે.

હાર્દિકે તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે બંનેએ પરસ્પર સહમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે આ નિર્ણય અમારા બંને માટે યોગ્ય છે. તેણે કહ્યું કે અમારા માટે આ નિર્ણય લેવો સરળ ન હતો.

તેમના લગ્ન ચાર વર્ષ સુધી ચાલ્યા અને બંનેને એક પુત્ર અગસ્ત્ય છે, જે લગભગ સાડા ત્રણ વર્ષનો છે. હાર્દિકે કહ્યું કે અમારો એક પુત્ર અગસ્ત્ય પણ છે, જે હજુ પણ અમારા બંનેના જીવનનો કેન્દ્રબિંદુ રહેશે. અમે બંને તેને સહ-માતાપિતા તરીકે ઉછેરીશું અને તેની ખુશી માટે અમે બનતું બધું આપીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.