સારા સમાચાર: સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો

Other
Other

નવરાત્રી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલ 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.

છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 340 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવ સ્થિર છે. મગફળીની આવક થતાં જે રીતે સિંગતેલના ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારોમાં લોકોને સસ્તું સિંગતેલ મળે તેવી શક્યતાઓ છે.

અત્યારે મગફળીની આવક વધતા સિંગતેલની માહિતી મળતી હોવાની માહિતી મળે છે. ભાવનગરમાં પણ ગઈકાલે 40થી 45 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી.1000થી 1700 રૂપિયામાં મગફળીની હરાજી થઈ હોવાની પણ સામે આવ્યું હતુ. મહત્વનુ છે કે આજથી 15 ઓક્ટોબર સુધી ખેડૂતોએ મગફળી યાર્ડમાં લાવવાની મનાઇ કરવામાં આવી હતી. મગફળીની વધારે આવકના કારણે હરાજી ન થઈ શકે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ સુચના ખેડૂતોને અપાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.