અંબાજીમાં ગબ્બર ઉપર ભારતનો સૌથી મોટો લાઇટ અને સાઉન્ડ શો પ્રવાસીઓ માણી શકશે

Other
Other

મા અંબાના ધામ અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આર્કષવા ગબ્બર પર્વત પર 13 કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિ:શુલ્ક લાઈટ&શો જોઈ શકાશે.જિલ્લા કલેકટર આનંદ પટેલ અને યાત્રાધામ બોર્ડના આર આર રાવલે જણાવ્યું હતું કે “શ્રી 51 શકિતપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ પૂજારી અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શોભાયાત્રા જયોત યાત્રા પરિક્રમા ગબ્બર ગેટ સર્કલથી ગબ્બર પ્રવેશ ધ્વાર સુધી આદીવાસી આશ્રમશાળા, અંબાજીની 51 દીકરીઓ ધ્વારા કળશ યાત્રા તેમજ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ધ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જયોત લાવી તમામ મંદિરોમાં જયોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમા યોજાશે. જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ ઉપરાંત મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના કુલ 646 મંડળ ધ્વારા 24 કલાક આનંદ ગરબાની અખંડ ધુન કરવામાં આવશે.

ડિમોલ્યુએશન વર્ક,ફિલીંગ વર્ક, પ્લીન્થ વર્ક ,ગ્રેનાઈટ ક્લેડીંગ , ગબ્બર અને 51 શક્તિપીઠોનું થીમ બેઝ સ્કલપચર ડિઝાઈન, સ્ટ્રક્ચર વર્ક, સાઈનેઝીસ, એસએસ રેલીંગવર્ક અને રોશનીનો શણગાર, સાંસ્કૃતિક ગામ 3D વર્ચ્યુઅલ,ધાર્મિક સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ,ફુલોનો શણગાર, પ્રદર્શની, ગરબા અને ઢોલી, આદિવાસી નૃત્ય કલાકારો,અશ્વશાળા, ગુરૂકુળ, સ્પતર્ષિની કુટિર, શક્તિપીઠનું મંદિર,ચબૂતરો, યજ્ઞશાળા, ગૌશાળા, રાજોપચારની વિધી
AR-VR ટેકનોલોજી દ્વારા સોમનાથ, દ્વારકા, અંબાજી યાત્રાધામોના High Resolution Video, Oculus (VR Goggles) 10′ X 10’ ના ૩ સાઈડ LED સ્ક્રીનમાં વિડીયો પ્રદર્શન, મુખ્ય 8 યાત્રાધામોના સ્ટોલ અને અન્ય ધાર્મિક સંસ્થાઓના સ્ટોલ, રાજ્યના મહત્વના મંદિરોના પેઈન્ટીંગનું ડિસપ્લે કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.