આખરે રાહુલ ગાંધીએ એવું તો શું કહ્યું કે ગૃહમાં હોબાળો થઇ ગયો? જાણો…

Other
Other

આજે લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ વિશે એક મોટી વાત કહી, જેના કારણે હોબાળો થયો હતો. પીએમ મોદીએ રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું કે તમે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહ્યા છે. જે બાદ અમિત શાહે પણ તીખી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આખા દેશની માફી માંગવી જોઈએ.

સંસદમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના બંધારણ પર આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો છે. આનો વિરોધ કરનારાઓને કચડી નાખવામાં આવ્યા છે. અમારા ઘણા નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા. કેટલાક નેતાઓ હજુ પણ જેલમાં છે. રાહુલ ગાંધીએ ગૃહમાં ભગવાન શિવની તસવીર પણ દેખાડી જેનો સ્પીકર ઓમ બિરલાએ વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે વિપક્ષોએ સાથે મળીને દેશમાં બંધારણની રક્ષા કરી છે. તેમને ભગવાન શિવ પાસેથી શક્તિ મળે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભગવાન શિવ સાપને પોતાના ગળામાં રાખે છે, પરંતુ ડરતા નથી. આનાથી તેમને નિર્ભય રહેવાની પ્રેરણા મળી. તેમણે એમ પણ કહ્યું કે ભગવાન શિવ તેમના ત્રિશૂળને ડાબી બાજુ રાખે છે અને અહિંસાનો સંદેશ આપે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.