![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/18facebook2.jpg)
ડેટા સુરક્ષા મુદ્દે મોદી સરકાર કડક, ફેસબુક ઈન્ડિયાના વડાની પાર્લામેન્ટરી પેનલે કરી પૂછપરછ
ફેસબુક ઈન્ડિયાના પોલિસી હેડ આંખી દાસની પાર્લામેન્ટરી પેનલે બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ડેટાની સુરક્ષા મુદ્દે આંખી દાસને સવાલો પૂછાયા હતા. એમેઝોનને પણ હાજર થવાનો આદેશ કરાયો છે.
ફેસબુક કેવા પગલા ભરે છે તે અંગે માંગ્યો અહેવાલ
ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતામાં બનેલી પાર્લામેન્ટરી પેનલ સમક્ષ ફેસબુક ઈન્ડિયાના પોલિસી હેડ આંખી દાસ હાજર થયા હતા. આંખી દાસની ડેટા સુરક્ષા મુદ્દે પેનલના સભ્યોએ બે કલાક પૂછપરછ કરી હતી. ભારતીય નાગરિકોના ડેટા સુરક્ષિત રાખવા બાબતે ફેસબુક કેવા પગલાં ભરે છે તે અંગે સંસદીય પેનલે અહેવાલ માગ્યો હતો. એમેઝોનને 28મી ઓક્ટોબરે હાજર થવાનો આદેશ પાર્લામેન્ટરી પેનલે આપ્યો છે. એમેઝોને 28મી ઓક્ટોબરે હાજર થવાનો ઈનકાર કર્યો હતો. એક્સપર્ટ પ્રતિનિધિ અત્યારે ઉપલબ્ધ ન હોવાના નામે એમેઝોને હાજર થવાનો નનૈયો ભણ્યો હતો.
એમેઝોને હાજર થવાનો ભણ્યો નનૈયો
એ મુદ્દે સંસદીય પેનલના અધ્યક્ષ મિનાક્ષી લેખીએ કહ્યું હતું કે જો એમેઝોના અધિકારીઓ હાજર નહીં થાય તો તેને વિશેષાધિકારના ભંગ ગણીને કાર્યવાહી કરાશે. સમિતિ સરકારને એમેઝોન સામે કાર્યવાહી કરવાની ભલામણ કરશે. સમિતિએ ટ્વિટર, ઉપરાંત ગૂગલ, પેટીએમને પણ હાજર થવાનું ફરમાન છોડયું છે. 28મી ટ્વિટરના અિધકારી હાજર થશે. 29મીએ ગૂગલ અને પેટીએમના અિધકારીઓની પૂછપરછ થશે.