દશામાંના મંદિરે જઈ રહેલા પગપાળા યાત્રિકોને ઇકો વાન ચાલકે અડફેટે લેતા ૨ ના મોત

Other
Other

પાલનપુર તાલુકાના મડાણા ગામમાંથી દશામાંના વ્રતની પૂર્ણાહુતિ ટાણે ગઢ ખાતે આવેલ દશામાંના મંદિરે પગપાળા દર્શને જઈ રહેલા ૭ યાત્રિકોને કાળ મુખી ઇકો વાને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ૨ યાત્રિકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૫ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા.
પાલનપુર તાલુકાના મડાણા ગામના યાત્રાળુઓ દશામાંના વ્રતનું જાગરણ હોઈ મંગળવારની રાત્રે પગપાળા ગઢ ખાતે આવેલા દશામાં ના મંદિરે જઈ રહ્યા હતા. ત્યારે પુર ઝડપે આવી રહેલી ઇકો વાને ૭ લોકોને અડફેટે લીધા હતા. ઇકોની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા ૭ માંથી ૨ ના કરૂણ મોત નિપજ્યા હતા. જાેકે, ઇકો ચાલકે એક નહિ પણ ત્રણ વખત અકસ્માત સર્જ્‌યો હતો. આ કાળમુખી ઇકો વાને બલાસર તળાવ નજીક ૪, કેનાલ નજીક ૨ અને મંદિર નજીક ૧ યાત્રાળુને અડફેટે લીધા હતા. જાેકે, અકસ્માત સર્જ્‌યા બાદ વાન ચાલક ફરાર થઈ ગયો હતો. દરમિયાન, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડી ગઢ પોલીસે ઇકો વાન નો કબ્જાે લઈ વધુ તપાસ હાથ છે.

ગઢ પંથકમાં અકસ્માતો પાછળ દારૂની બદી જવાબદાર
પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં નાના મોટા અકસ્માતો પાછળ દારૂ પી ને બેફામ વાહન ચલાવતા ચાલકો જવાબદાર હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે. બે-ત્રણ દિવસ અગાઉ પણ મડાણા ગામના ગોદરે ફોરવ્હીલર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે ગઢ પંથકમાં ખુલ્લેઆમ વેચાતા અને પીવાતા દેશી-વિદેશી દારૂને લઈને અકસ્માતો સહિત અસામાજિક પ્રવૃત્તિ માથું ઊંચકી રહી હોવાની રાવ ઉઠી છે. ત્યારે જિલ્લા પોલીસવડા લાલ આંખ કરે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

કમનસીબ મૃતકો
સોલંકી નરસિંહ સુજમલજી
ઠાકોર કિરણજી પોપટજી બન્ને રહે. મડાણા(ગઢ) તા.પાલનપુર.

જાગ્રસ્તોના નામ
ઈટોલિયા રાકેશજી શંભુજી
ઈટોલિયા વિપુલજી રમેશજી
સાધુ વિનોદભાઈ ગીરીશભાઈ
કાતરિયા સંતોષ અભુજી
સોલંકી(પરમાર) અમિતભાઇ નટવરભાઈ
તમામ રહે. મડાણા(ગઢ) તા. પાલનપુર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.