ભિલોડામાં નશામાં ધુત કારચાલકે ચાર લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો

Other
Other

ગુજરાતમાં અકસ્માતના કિસ્સામાં દિનપ્રતિદિન  વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વધુ એક ચોકાવનારો અકસ્માત પ્રકાશમાં આવ્યો છે જેમાં અરવ્વલી જિલ્લાના ભિલોડામાં દારુના નશામાં જ એક યુવકે કારને બેફામ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. નશામાં રહેલા કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા. એક કિશોરને કારના ચાલકે 200 મીટર જેટલો ઢસડી લઈ ગયો હતો.

નશાની હાલતમાં કારને હંકારીને યુવકે ચાર લોકોને અડફેટે લેવાની ઘટના બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને કાર ચાલક પર ગુસ્સો ઠાલવ્યો હતો. કાર સાથે 200 મીટર કિશોરને ઢસડાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેને સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. કિશોરનો સદનસીબે જીવ બચી જતા મોટી રાહત સર્જાઈ હતી. જોકે ઘટના બાદ હવે સ્થાનિક પોલીસે સફાળી જાગી હોય એમ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.