દીપક કુમાર સ્ટ્રાંજા મેમોરિયલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ્યો

Other
Other

મુંબઇ,
એશિયન રજત પદક વિજેતા દીપક કુમારે શુક્રવારના ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન શખોબિદિન ઝોઈરોવને હરાવી બુલ્ગારિયાના સોફિયામાં યોજાયેલી ૭૨ મી સ્ટ્રાંજા મેમોરિયલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
દીપક કુમારે પોતાના કરિયરની સૌથી યાદગાર જીત નોંધાવી અને પોતાનાથી મજબૂત ઝોઈરોવને ૪-૧ થી હરાવ્યા જેમણે ભારતના અમિત પંઘાલને હરાવી ૨૦૧૯ વર્લ્ડ ચેમ્પિયનશિપ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઝોઈરોવ એશિયન રમત અને ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા પણ છે.
દીપક કુમારે ગુરૂવારના બુલ્ગારિયાના દારિસ્લાવ વાસિલેવને ૫-૦ થી હરાવી અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.
પૂર્વ યુવા વર્લ્ડ ચેમ્પિયન જ્યોતિ ગૂલિયા (૫૧ કિગ્રા) અને ભાગ્યવતી કચારી (૭૫ કિગ્રા) જાે કે, મહિલા વર્ગમાં હારનો સામનો કરી બહાર થઈ ગઈ છે.
મહિલા વર્ગમાં ભારતનો પડકાર મેડલ વિના સમાપ્ત થયો. તે જ સમયે, પુરુષ વર્ગમાં મનજીત સિંહ (પ્લસ ૯૧ કિગ્રા) પણ હારી ગયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.