વાવાઝોડાએ તબાહી સર્જી:ડીસા તાલુકામાં અંદાજિત 100થી વધુ ઘર, તબેલા અને કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડ્યા; અનેક પરિવારોની છત છીનવાતા હાલત કફોડી બની

Other
Other

બિપરજોય વાવાઝોડાએ ડીસા પંથકમાં હાહાકાર મચાવ્યો છે. ગઈકાલ બપોર બાદ શરૂ થયેલા ભારે વાવાઝોડા અને વરસાદના કારણે અનેક ગામડાઓમાં લોકોને મોટું નુકસાન થયું છે. અંદાજિત 100થી પણ વધુ ઘર, તબેલા અને કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડી ગયા છે.

ડીસા પંથકમાં વાવાઝોડા અને વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને ડીસા તાલુકાના વરનોડા, બાઈવાડા, કંસારી, જુનાડીસા અને આસેડા ગામમાં અનેક ઘર અને તબેલાના પતરા ઉડી ગયા છે. રાત્રે ભારે વાવાઝોડાના કારણે લોકોના ઘરના પતરા અને નેવા ઉડીને ફંગોળાઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે ડીસા થરાદ રોડ પર આવેલા જય વડવાળા કોલ્ડ સ્ટોરેજના પતરા પણ ભારે પવનના કારણે 100 ફૂટ દૂર પડ્યા હતા. જેના કારણે કુલ સ્ટોરેજના માલિકને અંદાજિત છથી સાત લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વરનોડા ગામે રહેતા મફાભાઈ રબારીએ જણાવ્યું હતું. કે, તેઓ રાત્રે પરિવાર સાથે ઘરમાં પતરાની છત નીચે સુતા હતા અને અચાનક ભારે વાવાઝોડું શરૂ થતા શેડ ધરાશાયી થયો હતો. જેમાં મહિલાઓને સામાન્ય થઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી, પરંતુ છત તૂટી જતા અત્યારે તમામ ઘરવખરીનો સામાન પલળી ગયો છે. ઘરમાં ચા બનાવવી કે જમવાનું ક્યાં બનાવવુ એ મોટો પ્રશ્ન છે. છત તૂટી પડતા ઉપર આપ નીચે ધરતી અને વરસતા વરસાદની નીચે અમે બેઠા છીએ સરકાર તાત્કાલિક સહાય આપે તેવી તેમણે નમ્ર અરજ કરી હતી.

ડીસામાં છેલ્લા બે દિવસથી સતત વાવાઝોડું અને ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં મોટી તારાજી સર્જાઇ છે અને અંદાજિત 50થી પણ વધુ ઘર અને તબેલાના શેડ ધરાશાયી થયા છે. જેથી અસરગ્રસ્ત લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે તંત્ર તાત્કાલિક અસરગ્રસ્તોને સહાય ચૂકવે તેવી લોકોની માગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.