ખેડબ્રહ્મામાં ઘરની બહાર રમતા બે ભાઈઓ પર ગાયનો હુમલો

Other
Other

ખેડબ્રહ્મામાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને આ અંગે પાલિકામાં નગરજનોએ પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોઈ બનાવ બને ત્યારે રખડતા ઢોરની વાતો નગરમાં થાય છે અને પગલા લેવાની વાતો પણ ચર્ચાય, પરંતુ બનાવ ભૂલી જવાય છે. તેમ વાતો પણ ભૂલી જવાય છે.

રખડતી ગાયના હુમલાની સમગ્ર ઘટનાના 58 સેકંડના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પુષ્પકુંજ સોસાયટી પાસે રહેતા રાકેશ ખરોડના બે બાળકો છે. જેમાં મોટો બાળક મોહિત ઘરની બહાર કચરો નાખવા આવ્યો ત્યારે કચરો નાખ્યા બાદ પરત ઘરમાં જતા સમયે ઘરની ઓસરીના ગેટમાંથી ત્રણ વર્ષીય નાનો ભાઈ યશ સાઈકલ પર બેસીને બહાર આવ્યો હતો. ત્યારબાદ મોટો અને નાનો ભાઈ એક બીજા સાથે રમતા જોવા મળ્યા હતા.

દરમિયાન જ ગાયે લાલ સાઈકલ પર બેસેલા યશ પર હુમલો કર્યો હતો. જેને લઈને મોહિત બચાવવા જતા રોડ પર પડી ગયો હતો અને યશ સાઈકલ પરથી રોડ પર પટકાયો હતો. પડવાનો અવાજ અને બુમાબુમ થતા માતા દોડી આવી બાળકને ખેંચી લીધો હતો. તો બીજી તરફ પિતા અને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. ગાયના હુમલામાં ત્રણ વર્ષીય યશને બેઠો માર થયો હતો અને ઘસડાવવાથી શરીરે લીસોટા પડ્યા હતા.

પરંતુ જે ગાયે હુમલો કર્યો હતો તે રખડતી ગાયે ત્રણ દિવસ પહેલા રોડ પર જતા આવતા લોકો પર હુમલો કરવા દોડતી જોવા મળી હતી. ખેડબ્રહ્મા નગરમાં રોડ પર અને અલગ અલગ વિસ્તારમાં રખડતી ગાયોનો અડીંગો જોવા મળે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. પરિણામે નગરજનો અને વાહનચાલકો ભોગ બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.