ઠંડી નો ચમકારો : ડીસા સહિત જિલ્લાભરમાં ઠંડી નું જોર વધ્યું આગામી દિવસોમાં ઠંડી નું પ્રમાણ વધવા ની શક્યતાઓ
ડીસામાં ઠંડી નો પારો ૨. ડિગ્રી ધટતા ૧૬.૪ નોંધાયો
આગામી દિવસોમાં ઠંડી નું પ્રમાણ વધવા ની શક્યતાઓ ; હવામાન નિષ્ણાતો, ડીસા સહિત જીલ્લાભરમાં શિયાળા ની ઋતુ ધીરે ધીરે જામી રહી છે ત્યારે દેવ દિવાળી બાદ જ ઠંડી નુ જોર વધતા ઠંડીનો પારો ગગડતા તાપણા ની મૌસમ ખીલી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુ નો અનુભવ થતો હતો પરંતુ હવે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવાર ના ઠંડી નો પારો ૨ ડીગ્રી ધટતા ૧૬.૪ ડીગ્રી નોંધાયો હતો જેના લીધે લોકો ને ઠંડી નો અહેસાસ થવા લાગતા ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. ડીસા હવામાન વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે ડીસાનું લઘુતમ તાપમાન માં ૨ ડિગ્રીના ઘટાડા સાથે મંગળવાર ના રોજ ઠંડીનો પારો ૧૬.૪ ડિગ્રી નોંધાયો હતો ધીરે ધીરે જોર પકડી રહેલી ઠંડી ને લઇ બજારોમાં ગરમ વસ્ત્રોની પણ માંગ જોવા મળી રહી છે.
ઠંડી ની શરૂઆત થતાં લઇ રવી સીઝન ના પાકો ને ફાયદો થશે : ખેડૂતો, આ અંગે કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ દિવસે અનેક ભાગો માં ગરમી નું પ્રમાણ જોવા મળી રહ્યું હતું જેથી રવિસીઝન ના વાવેતર પર તેની અસર જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડી નું પ્રમાણ વધવા રવિ સિઝન ના વાવેતર ને પણ ફાયદો થઇ શકે છે.
રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડવા ની શક્યતાઓ : હવામાન નિષ્ણાત આ અંગે હવામાન ના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે આગામી 48 કલાકમાં ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કડકડતી ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. અને 21 થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના રહેલી છે.
Tags cold coming days flash