છાપી પોલીસે અંબાજીથી બાઇક ચોરી કરનાર આરોપીને ઝડપ્યો

Other
Other

વડગામ તાલુકાની છાપી પોલીસે અંબાજીથી મોટરસાઇકલ ચોરી કરી ફરાર થયેલ બાઇક ચોરને શુક્રવારે છાપી નજીક થી ઝબ્બે કરી મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. બાવલચુડી તા. વડગામનો તેજમલસિંહ માધુસિંહ રાજપુત ગત તા. ૧૨/૮/૨૦૨૨ના રોજ પવિત્ર
યાત્રાધામ અંબાજીથી એક મોટર સાઇકલ ચોરી કરી ફરાર થયો હતો. જે અંગે ખાનગી બાતમી મળેલ કે ચોરીના બાઇક સાથે આરોપી છાપી વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી છાપી પીએસઆઈ બી.આર. પટેલ, હે.કો. યાજ્ઞિકભાઈ, ચેતનસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાઇકની ઉઠાંતરી કરનાર આરોપી તેજમલસિંહને ચોરીના બાઇક સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન છાપી પોલીસે અન્ય બાઇક ચોરી અંગે પણ પૂછપરછ શરૂ કરતાં ચોરી થયેલ અન્ય મોટરસાઇકલના ભેદ ખુલશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.