ભારત-પાકની મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ હસ્તીઓ, બચ્ચનથી લઈને નીતા અંબાણી સુધીનાં નામ સામેલ

Other
Other

ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રમાનારી મેચને પગલે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના આ હાઈવોલ્ટેજ મુકાબલામાં ફરી એકવાર સામસામે હશે બે સૌથી મોટો પ્રતિદ્વંધી. 14 ઓક્ટોબરે અમદાવાદમાં બનેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટેલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો રમાશે. અમદાવાદના આંગણે આ મેચ હોવાથી એક અવસર જેવો માહોલ છે. ત્યારે આ રોમાંચને ડબલ કરવા અમદાવાદમાં આવી રહ્યી દેશની સૌથી ફેમસ હસ્તીઓ. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં તમને કોમેન્ટેર, ક્રિકેટ એક્સપર્ટ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને રવિ શાસ્ત્રી પણ સ્ટેડિયમમાં દેખાશે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથ સિનેમાના ભગવાન કહેવાતા સુપરસ્ટાર રજનીકાંત અને ગોડ ઓફ ક્રિકેટના નામે ઓળખતા મહાન સચિન તેંડુલકર સહિતની હસ્તીઓ આ મેચ જોવા અમદાવાદની મહેમાન બનશે. આ ઉપરાંત ભારત પાકિસ્તાનની આ મેચ જોવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. અમિત શાહ 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપી શકે છે.

સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છેકે, સચિન તેંડુલકર આ મેચ જોવા પોતાના પરિવાર સાથે આવી શકે છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર જે ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે, તેની પુત્રી સારા અને પત્ની અજલી સાથે સચિન આ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે. સચિન તેંડુલકર આ વર્લ્ડ કપનો આઈસીસીનો બ્રાન્ડ એબેસેડર હોવાથી પણ આ હાઈવોલ્ટેજ મુકાબલામાં વિશેષ અતિથિ તરીકે સચિનનું સ્થાન રહેશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપનો સૌથી રોમાંચક મુકાબલો એટલેકે, ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચને લાઈવ નિહાળવા માટે બોલીવુડ અને ખેલ જગત, ઉદ્યોગ જગતની ઘણી નામાંકિત હસ્તીઓ હાજરી આપશે. જેમાં સૂત્રોની માનીએ તો ભારત-પાકિસ્તાનની મેચ જેવા નીતા અંબાણી, ફિલ્મ અભિનેતા રણવીર સિંહ, ગાયક અરિજીત સિંહ, કૃતિ સેન સહિતની હસ્તીઓ અમદાવાદ આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.