ભાજપે 24 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી કર્યા જાહેર, જાવડેકર સહિત આ નેતાઓને મળી મોટી જવાબદારી

Other
Other

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ વિવિધ રાજ્યો માટે રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરી છે. ભાજપે અનેક રાજ્યોના પ્રભારી બદલી દીધા છે. હરિયાણાના પ્રભારી બિપ્લવ દેવના સ્થાને ડૉ. સતીશ પુનિયાને નવા રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

બિહાર ભાજપના ધારાસભ્ય નીતિન નવીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. યુપી ભાજપના ધારાસભ્ય શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સંજય ટંડનને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. એ જ રીતે જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગ અને સહ-પ્રભારી આશિષ સૂદ હશે. 

પ્રકાશ જાવડેકર બન્યા કેરળના પ્રભારી 

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે અપરાજિતા સારંગીને કેરળના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિનોદ તાવડેને બિહારના રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે દીપક પ્રકાશને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.