વાયનાડમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી 400 પરિવાર ફસાયા, 11ના મોત
કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં કાટમાળ નીચે દબાઈ જવાને કારણે 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોટાપાયે નુકશાન થવાની આશંકા છે. વાયનાડના મેપ્પડી, મુબાદક્કઈ અને ચુરલ માલા પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ ભૂસ્ખલન સવારે લગભગ 1 વાગ્યે મુબાદક્કાઈમાં થયું હતું.
પુલ ધરાશાયી થવાથી 400 પરિવારો ફસાયા
અહેવાલો અનુસાર, ચુરલ માલા શહેરમાં એક પુલ તૂટી પડવાથી લગભગ 400 પરિવારો ફસાયેલા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકસાનનું આકલન કરી શકાતું નથી.