BCCI કોહલીથી અસહમતઃ ઈંગ્લેન્ડમાં એક પ્રેક્ટિસ મેચનું આયોજન ન કરાવી શકીએ

Other
Other

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને દુનિયાનું સૌથી પાવરફુલ અને અમીર બોર્ડ ગણવામાં આવે છે. અને વર્લ્ડ ક્રિકેટમાં બીસીસીઆઈનો ડંકો વાગે છે. પણ તેમ છતાં બીસીસીઆઈ ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા માટે પ્રેક્ટિસ મેચનું આયોજન કરાવી શકી ન હતી. અને તેનું જ પરિણામ રહ્યું કે ભારતીય ટીમને મેચ પ્રેક્ટિસ મળી નહી અને ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ હારી ગઈ.
ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન ન્યૂઝીલેન્ડના બોલર્સ સામે ધ્વસ્ત થઈ ગઈ હતી. ભારતની બીજી ઈનિંગ ૧૭૦ રનો પર જ અટકાઈ ગઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓથી વાકેફ થવા માટે ભારતીય ટીમને એક પ્રેક્ટિસ મેચની જરૂર હતી, પણ તેમ થયું નથી. ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતને કબૂલ કરી હતી કે તેઓએ મેચ પ્રેક્ટિસને મિસ કરી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લેન્ડની સાથે ટેસ્ટ સીરિઝ પહેલા એક કાઉન્ટી ટીમની સામે મેચ રમવા માગતી હતી. જાે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેની મંજૂરી આપી નહીં. કાઉન્ટી ટીમોની સામે મેચ ન થવા પર ભારતને ઈન્ડિયા એની સાથે મેચ રમવાની હતી. પણ કોરોના મહામારીને કારે ટીમ ઈન્ડિયા એનો પ્રવાસ કેન્સલ થઈ ગયો.
ભારતીય ટીમ કાઉન્ટી મેચોની સામે પ્રેક્ટિસ મેચ રમશે તે સવાલ પર કોહલીએ કહ્યું, આ અમારા ઉપર ર્નિભર કરતું નથી. અમે ફર્સ્ટ ક્લાસ મેચ રમવા માગીએ છીએ, જે અમને મળી નહી. મને નથી ખબર તેની પાછળ શું કારણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.