દેશમાં સનાતન બોર્ડ ને મંજુર કરો : જગતગુરુ શંકરાચાર્ય
દેશમાં ચાલી રહેલ વકફ બોર્ડના વિવાદ વચ્ચે મોટું નિવેદન: વડગામ તાલુકાની પાવન ભૂમિ વરસડા ગામે ત્રીદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના સમાપન દિવસે મોટી સંખ્યા માં લોકો એ દર્શન નો લાભ લીધો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ માં આશીર્વચન આપવા આવેલ જગતગુરૂ શંકરાચાર્યજી એ મોટું નિવેદન આપતા સનાતન બોર્ડ ની ખુલી ને માંગ કરી હતી અને તમામ સનાતન સમાજ નો સહકાર માંગ્યો હતો.
વડગામ તાલુકા ના વરસડા ગામ ની પાવનભૂમિ ઉપર મંગળવાર થી ચાલી રહેલ શ્રી સિધ્ધ ગંગાપુરીજી ગુરૂ મહારાજ ના મંદિરે તેમજ બ્રહ્મલીન મહંતો ની સમાધિ ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ મઠ ના સંતો મહંતો સહિત મોટી સંખ્યા માં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. પ્રતિષ્ઠા મહોત્સવ માં આશીર્વચન આપવા પધારેલ જ્યોતિમઠ બદ્રીકાશ્રમ ના શ્રીમદ્દ જગતગુરૂ શંકરાચાર્યજી સ્વામી વાસુદેવશ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજે દેશ માં ચાલી રહેલ વકફ બોર્ડ ના વિવાદ વચ્ચે કહ્યું હતું કે વકફ વકફ શુ છે.તેવો વેધક સવાલ કરી સનાતન બોર્ડ ની ધોષણા કરવા સરકાર પાસે માંગ કરી કહ્યું હતું કે સનાતન બોર્ડ ને મંજૂરી આપો અને સનાતન બોર્ડ માં માટે તમામ લોકો જાગૃત થઈ સહીયોગ આપે તેવી માંગ કરી હતી.