ગુજરાતમાં શિમલા જેવો માહોલ, માલિયાસણમાં બરફની ચાદર પથરાઈ

Other
Other

  • ગુજરાતમાં સીમલા જેવો માહોલ 
  • રોડ પર ફેલાઈ બરફની ચાદર 

રાજકોટના માલિયાસણમાં બરફવર્ષા થવાના કારણે શિમલા જેવો માહોલ સર્જાયો છે. બરફના મોટા કરાઓનો વરસાદ થતાં રસ્તાઓ તેમજ ખેતરો પર બરફની ચાદર પથરાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો છે. લોકોએ બરફના કરા સાથે મજા માણતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કમોસમી વરસાદ થયો છે.

શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરુઆત થઈ છે. કેટલાંક વિસ્તારોમાં બરફ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં માલિયાસણમાં શિમલા માનલી જેવાં દ્રશ્યો સર્જાયા છે. રસ્તા પર બરફની ચાદર પથરાઈ છે. જેની મજા માણવા મોટી સંખ્યામાં લોકો પુલ પર ઉમટી પડયા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.